પતિ દારૂના નશામાં અકુદરતી સંબંધો બાંધવાની માગણીઓ કરે છે…!

કળિયુગી પુત્રનું પરાક્રમ...!
કળિયુગી પુત્રનું પરાક્રમ...!
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પતિ દારૂ પીને અકુદરતી સંબંધો બાંધવાની માગણીઓ કરતો હતો, આવી માગણીઓ હું સંતોષી ન શકુ ત્યારે મને અપશબ્દો બોલીને માર મારતો હતો. વડોદરા શહેરમાં દારૂ પીને બિભત્સ માગણીઓ કરી મારઝૂડ કરનાર પતિ સામે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પિયરમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતાના વર્ષ-2012માં લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામમાં રહેતા સાગર ભગવાન ચવ્હાણ સાથે થયા હતા.

લગ્ન બાદ પરણિતા સાસરીમાં ગઇ હતી. લગ્નજીવન દરમિયાન પરણિતાએ બે પુત્રને જન્મ આપ્યો હતો. જે પૈકી એક પુત્રનું વર્ષ-2016માં બીમારીના કારણે મૃત્યુ થયું હતું.
સાસરીયા શરૂઆતમાં પરણિતાને સારી રીતે રાખતા હતા.

ત્યારબાદ પતિ અને સાસુએ પોત પ્રકાશ્યું હતું અને દહેજ પેટે વિવિધ માગણીઓ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા લેપટોપ માટે 40 હજાર રૂપિયા માગતા પરણીતાએ તે આપ્યા હતા.

ત્યારબાદ મકાન ખરીદવાની માગણી કરી હતી. ત્યારે પરિણીતાએ પિતાને જણાવ્યું હતું કે, જો તમે 2.50 લાખ રૂપિયા નહીં મોકલવો તો મારો પતિ મને પરત ઘરે મોકલી દેશે.

દીકરીનો ઘરસંસારના બગડે તે માટે પિતાએ રૂ.2.50 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા, જોકે, સાગરે મકાનનું ડાઉન પેમેન્ટ ભર્યું નહોતુ અને 1 લાખ રૂપિયા અન્ય ખર્ચમાં વાપરી નાખ્યા હતા. જેથી પત્નીએ પતિને પૈસા વપરાઇ જશે તો મકાન માટે ડાઉન પેમેન્ટ કઇ રીતે કરીશું.

તેમ કહેતા પતિએ ઉશ્કેરાઈને પૈસા તેના પિતાને આપી દેવાનું જણાવ્યું હતું. જેથી બચેલા દોઢ લાખ રૂપિયા પિતાને પરત આપ્યા હતા. જોકે એક લાખ રૂપિયા પતિએ પરત આપ્યા નહોતા.

વર્ષ-2018માં પરણિતાના મોટા પુત્રનું અવસાન થતા પતિ સાગર તે બાબતે મહેણાં ટોણા મારી પરિણીતાના માતા-પિતા અને ભાઇ-બહેનને મૃત્યુ માટે જવાબદાર ગણાવી ખોટા આક્ષેપ કરી બીજા છોકરાને પણ તું મારી નાખીશ તેમ જણાવી પરિણીતાને પિયરમાં નહીં જવા દઈને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

પતિ સાગર છેલ્લા 4 વર્ષથી એકલો પુનામાં રહેતો હતો અને પરિણીતાને સાથે રાખતો ન હતો.વર્ષ-2015માં સાગરના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની સાથે પણ ઝગડો થયો હતો.

સાગર દારૂ અને સિગરેટનું વ્યસન ઘરાવતો હોવાથી પરણિતા પાસે વિવિધ બિભત્સ માગણી કરતો હતો. જ્યારે પરણિતા તે માગણી પુરી ના કરી શકે તો સાગર માર મારતો હતો. આટલું જ નહીં દારૂ અને સિગરેટનું વ્યસન કરવા સમયે સાગર પુત્રને પણ સાથે બેસાડતો હતો.

આખરે ગત 20 ઓક્ટોબરના રોજ સાગરે પરિણીતાને તું તારા પિયરમાં જાય છે આખરે વ્યસની પતિથી કંટાળી પરણિતાએ મહિલા પોલીસ મથકમાં પતિ સાગર ભગવાન ચવ્હાણ અને સાસુ કલ્પના ભગવાન ચવ્હાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ ધારા, મારઝૂડ

Read About Weather here

અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને પાછું આવવું હોય તો તારા પિતા પાસેથી રૂ. 3 લાખ રોકડા લઈને આવજે નહીં તો અહીં પાછી આવતી નહીં તેમ જણાવી પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here