રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલીયા આજે ફરી પોલીસના હાથે મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ છે. રાજકોટ જઘૠ પોલીસે મહિલા ડ્રગ પેડલર સુધા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાને 10.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુધા અગાઉ અનેક વખત ગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારી,તેમજ ગઉઙજ ના ગુનામાં પોલીસના હાથે પકડાઇ ચુકી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ શહેરમાં ડ્રગ તેમજ નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત દરમિયાન અધિકારીઓને સૂચના આપી હતી. જે બાદ પોલીસ અલગ અલગ દિશામાં કાર્યવાહી કરી હતી અને ગાંજા તેમજ મેફેડ્રોન ડ્રગ સાથે આરોપીની ધરપકડ કરી હતી.આજ રોજ પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામધામ સોસાયટી મેઈન રોડ પર હર્ષિલ ટાઉનશીપ પાસેથી સુધા ધામેલીયા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાની મેફેડ્રોન ડ્રગ સાથે ધરપકડ કરી હતી.પોલીસે સુધા અને તેના સાગરીત પાસેથી પાસેથી 1 લાખ 7 હજાર 500 કિંમતના 10.75 ગ્રામ ખઉ ડ્રગ સહીત બે મોબાઈલ ફોન મળી કુલ 1,22,650નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે.
Read About Weather here
અગાઉ તે એક વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે તદુપરાંત રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ ગઉઙજના કેસમાં પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે.થોડા સમય અગાઉ સુધા એ રાજકોટના એક યુવાનને ડ્રગ વેચવા દબાણ કર્યું હતું અને પવેચાણ નહિ કર તો મારી નાખીશથ તેવી ધમકી આપી હતી જેથી યુવાને આત્મહત્યા કરી લેતા યુનિવર્સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરવા ગુનામાં પણ સુધા ધામેલીયા સામે આઇપીસી કલમ 306 વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું.આ સાથે સુધા ધામેલીયા વિરૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં ગઉઙજનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here