નાણાંવટી ચોક નજીક સોસાયટીમાં રિક્ષામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરના નાણાવટી ચોક નજીક રિક્ષામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવાનની હત્યા થઈ છે કે આત્મહત્યા કે પછી અન્ય કોઈ કારણોસર મોત નિપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે પરમેશ્ર્વર ચોક નજીક રિક્ષામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ રેઢો મળી આવ્યો હતો. આથી ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં રિક્ષામાંથી મૃતદેહ મળ્યો તે રિક્ષામાં બે વ્યક્તિ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Read About Weather here

બે પૈકી એક યુવાનનો મૃતદેહ મળતા બીજા વ્યક્તિની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. બનાવ હત્યા કે આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણોસર યુવાનનું મોત નીપજ્યું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ મૃતક યુવાનના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જોકે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here