રાજકોટમાં કાલે સમગ્ર ગુજરાતના જીવદયાપ્રેમીઓનું સંવેદના સંમેલન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જીવદયા પ્રેમીઓની કામગીરી તેમજ અબોલ જીવોની વેદનાઓને વાચા આપવા તેમજ માહિતગાર કરવાના સંકલ્પ સાથે ગતવર્ષ માસિક અખબાર સંવેદના અબોલ જીવોનીને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે.અખબારના પ્રણેતા તેમજ તંત્રી સેન્જલભાઈ મેહતા જેઓ ક્રાઇમ એન્ડ કરપ્સન કંટ્રોલ એસોસિએશનના ગુજરાત રાજય સચિવ તરીકે પણ ફરજ બજાવે છે. સહ તંત્રી તરીકે દિનેશભાઇ ગુપ્તા કે જેઓ ક્રાઇમ એન્ડ કંટ્રોલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા શિવસેનાના મહારાષ્ટ્ર રાજ્યના સચિવ છે. જ્યારે મેનેજીંગ તંત્રી તરીકે યશભાઈ શાહ કે જેઓ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ઓફિસર છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાંથી જીવદયાપ્રેમીઓ આ અખબાર સાથે પ્રતિનિધિ તેમજ સલાહકાર તરીકે જોડાયેલા છે. તે સમગ્ર ટીમ અખબારના સફળ વર્ષગાંઠ નિમિતે હર્ષની લાગણી અનુભવે છે.સંવેદના અખબારની ટીમ એક મીશનરી સ્પિરિટ સાથે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે અને સંશોધનમાં વ્યસ્ત છે. આ ભગીરથ કાર્યમાં સહુ સહભાગી થયા છે. સંતો, મહંતો, જીવદયાપ્રેમીઓ, નિષ્ણાંતોનો સહયોગ, સૂચનો અને માર્ગદર્શન આ કાર્યમાં પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ‘અહિંસા પરમો ધર્મો’ ની ઉકિતને સાકાર કરવા આ અખબાર દ્વારા જીવદયાને લગતા તમામ પ્રકારના સમાચારો દ્વારા લોકોને માહિતગાર કરવાનો સંપૂર્ણ પ્રયાસ રહ્યો છે.‘સંવેદના’ ની પ્રકાશન યાત્રાનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થવાના પગલે તા.1 લીએ ગુરૂવારે સાંજે 5 વાગ્યે ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે સંવેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જીવદયા તેમજ સેવાકીય કાર્ય સાથે સંકળાયેલ સંસ્થા તેમજ વ્યક્તિ વિશેષના સન્માનની ઉત્સવ ‘સંવેદના એવોર્ડ -2022’નું આયોજન પણ કરવામાં આવેલ છે.

Read About Weather here

સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થાનના 75 માં અમૃત મહોત્સવ નિમિતે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સર કિડનીના દર્દીઓ તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવા શુભ આશયથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.આ સાથે ચક્ષુદાન તેમજ અંગદાન સંકલ્પ તેમજ જનજાગૃતિ અભિયાન રાખવામાં આવનાર છે. શ્રીજી ગૌશાળાના મોભી રમેશભાઈ ઠકકરના જન્મદિવસ અંતર્ગત પક્ષીઓ માટેના માળા અને કુંડાનું વિતરણ પણ કરાશે.આ કાર્યક્રમમાં જગતગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદ ગીરીજી મહારાજ, શ્રી શ્રુત પ્રકાશ સ્વામીજી, શ્રી ભક્તિ સ્વામી, શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી, શ્રી ગુરૂ ગૌ ભક્ત કાલિદાસજી મહારાજ ગૌ ભક્ત હસુભગત, મહંત ભોલાગીરી બાપુ, મહંત મનુરામ બાપુ, મહંત શ્રી અવધેશ બાપુ, મહંતના બાલકદાસ બાપુ, રાધેશ્યામ બાપુ, વગેરે સંતો પધારશે. સાથે વિજયભાઇ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ (પશુપાલન મંત્રી) વજુભાઈ વાળા, રાજ શેખાવતજી, પ્રદીપભાઈ ડવ (મેયર) ડો. દર્શિતાબેન શાહ (ડે. મેયર) વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સેજલભાઈ મહેતા, દિનેશભાઈ ગુપ્તા, યશભાઈ શાહ, કાર્તિકભાઈ બાવીશી, પ્રવીણભા ગઢવી (રાજભા), મયુરભાઈ ઠક્કર, તથા સમગ્ર સંવેદના પરીવાર જહેમત ઉઠાવી રહ્યું છે , વધુ વિગત માટે 8000030080 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here