નવરાત્રિના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

નવરાત્રિના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
નવરાત્રિના દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે.

નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં.

રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે.

પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હાલ કોઈ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવો વરસાદ આવી શકે.

ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી.

રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ,

ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.


ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં

અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની મહત્તમ ઘટ 15 ટકા છે.

Read About Weather here

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here