ધારાસભ્યનાં પત્નીની આત્મહત્યા

ધારાસભ્યનાં પત્નીની આત્મહત્યા
ધારાસભ્યનાં પત્નીની આત્મહત્યા
પોલીસે પ્રાથમિક તપાસના આધારે તેને આત્મહત્યા માનીને આગળની તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે પોલીસ કમિશન અને જોઈન્ટ CP તપાસ માટે પહોંચ્યા છે. શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરનાં પત્ની રજનીનો મૃતદેહ મુંબઈના કુર્લા વિસ્તારમાં તેમના ઘરેથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે મૃતદેહ બેડરૂમમાં પંખા સાથે લટકતો હતો.જોઇન્ટ CPના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં પોલીસને ફોન પર ફાંસી લગાવ્યાની માહિતી મળી હતી.
ધારાસભ્યનાં પત્નીની આત્મહત્યા ધારાસભ્ય

Visit Saurashtra Kranti Homepage here

મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મંગેશ કુડાલકરનું ઘર કુર્લાના નેહરુનગર વિસ્તારમાં આવેલું છે. આ સંજોગોમાં આ ઘટનામાં નેહરુનગર પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી.મંગેશ કુડાલકરનું નામ વર્ષ 2021માં ઓનલાઈન સેક્સ ચેટ કેસમાં પણ સામે આવ્યું હતું. પોલીસે ધારાસભ્યને ઓનલાઈન સેક્સ ચેટની આડમાં બ્લેકમેઇલ કરવાના કેસમાં એક આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી હતી.

Read About Weather here

એ સમયે ધારાસભ્ય તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમને સાયબર ઠગનો શિકાર બનાવી રૂપિયા 5000ની છેતરપિંડી કરવામાં આવી હતી.કેટલાક મહિના અગાઉ રજનીના દીકરાનું મોત થયું હતું. રજની કુડાલકરની આત્મહત્યાની માહિતી મળતાં મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકર્તા ઘરે પહોંચી રહ્યા છે. શિવસેના સચિવ મિલિંદ નાર્વેકરે મંગેશ કુડાલકર સાથે વાતચીત કરી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીકરાના મોતથી રજની તૂટી ગઈ હતી અને લોકોને વધુ મળતી ન હતી તથા વાત કરતી ન હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here