દીવનાં દરિયામા જો ન્હાવા પડ્યા તો પોલીસ ફરિયાદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્રમાં સહેલાણીઓ માટે દીવનો દરિયાકાંઠો એક લોકપ્રિય પર્યટન સ્થળ ગણાય છે. ઉનાળામાં તો અહીં પરિવાર સાથે લોકો દરિયાકાંઠાનાં બીચ પર ન્હાવાનો અને ફરવાનો આનંદ લેવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ હવે ત્રણ મહિના સહેલાણીઓ દીવનાં દરિયામાં ધુબાકા મારવાનો કે તરવાનો આનંદ લઇ શકશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

દીવનાં દરિયામાં સહેલાણીઓને ન્હાવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.દીવ જિલ્લા કલેકટરે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર ચોમાસામાં દીવનો દરિયાકાંઠો ખૂબ જ તોફાની અને ભયજનક બની જતો હોય છે. ઉંચા મોજા ઉછળતા રહે છે. આથી સહેલાણીઓની સુરક્ષા ખાતર દરિયાકાંઠે ન્હાવા પર પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે.

Read About Weather here

તા.1લી જૂનથી અમલ શરૂ થઇ ગયો છે. તા.31 ઓગસ્ટ સુધી જાહેરનામું અમલમાં રહેશે. દીવનાં રમણીય બીચ પર ફરવા આવનારા સહેલાણીઓ પ્રતિબંધો ભંગ કરીને ન્હાવા પડશે તો એમની વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવશે. દરિયાકાંઠે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી દરમ્યાન બીચ પર કોઈ દરિયામાં ન્હાવાની હિંમત ન કરે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here