દીકરાનો ચહેરો બતાવ્યો

દીકરાનો ચહેરો બતાવ્યો
દીકરાનો ચહેરો બતાવ્યો
ભારતી સિંહ તથા હર્ષ લિમ્બાચિયા ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. કોમેડિયન ભારતી સિંહે અંતે પોતાના લાડલા દીકરા ગોલા એટલે કે લક્ષ્યનો ચહેરો ચાહકોને બતાવ્યો છે.ભારતીએ આ વર્ષે 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.દીકરાના જન્મ બાદ ભારતી સિંહ તથા હર્ષે કહ્યું હતું કે તેઓ દીકરાને લાડથી ગોલા કહીને બોલાવે છે. જોકે, તેમણે અત્યાર સુધી લાડલાનો ચહેરો બતાવ્યો નહોતો. થોડાં સમય પહેલાં જ ભારતીએ દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું હોવાનું કહ્યું હતું. હવે બંનેએ સો.મીડિયામાં વીડિયો તથા ફોટો શૅર કરીને દીકરાનો ચહેરો બતાવ્યો છે.વીડિયોમાં ભારતીએ કહ્યું હતું, ‘યાર, આજે હું તમને ગોલા બતાવી જ દઈશ.
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા
દીકરાનો ચહેરો બતાવ્યો દીકરા

Visit Saurashtra Kranti Homepage here

મને બહુ જ મેસેજ મળ્યા હતા, લોકો બહુ કટાક્ષ મારતા હતા, પરંતુ આજે અંતે તમે લોકો ગોલાને જોઈ જ લેશો. આમ તો બર્થડેના વ્લોગ પર ગોલાનો ચહેરો બતાવી દેવાની જરૂર હતી, પરંતુ બહાર ગયા હતા અને સારી રીતે થઈ શકે તેમ નહોતું. આમ પણ તે હર્ષ ને ભારતીનો ગોલા છે, આમ તો ચહેરો બતાવીશું નહીં. હું ઘણી જ એક્સાઇટેડ છું, હજી તે સૂતો છે, તૈયાર કરીને બતાવું છું, કારણ કે તમે પહેલીવાર જુઓ છો, તો હીરો લાગવો જોઈએ ને.’ભારતીએ સૌ પહેલાં દીકરાનો રૂમ બતાવ્યો હતો. વીડિયોમાં ભારતીએ બતાવ્યું હતું કે તે દીકરાનું ડાયપર ક્યાં ચેન્જ કરે છે, તેનું ઘોડિયું ક્યા છે, રમકડાં ક્યા છે.

Read About Weather here

ભારતીએ મજાકમાં કહ્યું હતું કે ઘણીવાર તેને એવું થાય છે કે તે દીકરાની પથારીમાં સૂઈ જાય.વીડિયોમાં ભારતી દીકરાને તૈયાર કરતી જોવા મળે છે, પરંતુ ત્યારે જ ગોલા પોટી કરી દે છે. આ જોઈને ભારતીએ કહ્યું હતું, ‘જુઓ, આજે હું તમને મારા પ્રેમાળ દીકરાનો ચહેરો બતાવવાની હતી, પરંતુ તેણે પોટી કરી દીધી. એ પણ કપડાં પહેર્યા બાદ. બાપ પર ગયો છે.’ પછી ભારતીએ દીકરાને કહ્યું હતું, ‘અમારા ઘરમાં જન્મ્યો છે, એટલે માથે ચઢીશ?’ અંતે હર્ષ અને ભારતી દીકરાનો ચહેરો બતાવે છે. ભારતી સિંહ પતિ સાથે જોવા મળી હતી. ડિલિવરીના 12મા દિવસથી જ ભારતી સિંહે કામ શરૂ કર્યું હતું. ભારતી સિંહ રિયાલિટી શો ‘હુનરબાઝ’ના સેટ પર જોવા મળી હતી.ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી કામ કર્યું હતું. સેટ પરનો વીડિયો વાઇરલ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here