દિવ્યાંગ ખેડૂતે લાખોની ઉપજ કરી…!

દિવ્યાંગ ખેડૂતે લાખોની ઉપજ કરી…!
દિવ્યાંગ ખેડૂતે લાખોની ઉપજ કરી…!
દિવ્યાંગ ખેડૂત નરેશભાઈએ ખેતીની અંદર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી ખેતી કરવાનો પ્રયત્નો કર્યો હતો. બનાસકાંઠાના વાસણા ગામ પાસે સંતોષી ગોળિયાના દિવ્યાંગ ખેડૂતે 45 વિઘા જમીનમાં સક્કર ટેટીનું વાવેતર કરી 45 લાખ રૂપિયાની મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયા છે. ખેડૂતે ફક્ત રાસાયણીક ખાતર જ નહીં પણ સાથે સાથે જૈવિક ખાતરનો પણ ઉપયોગ કર્યો હતો. જેથી ખેતી ખર્ચમાં બહુ મોટો ઘટાડો થયો હતો.ડીસા તાલુકાના વાસણા સંતોષી ગોળિયામાં રહેતા નરેશભાઈ બાબુભાઈ માળી જેઓ એક પગે દિવ્યાંગ હોવા છતાં પણ ખેતીમાં સફળતા મેળવી પ્રગતિશીલ ખેડૂત બન્યા છે. નરેશભાઈને આમ તો ખેતીનો વ્યવસાય વારસાગતમાં મળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

દિવ્યાંગ ખેડૂતે લાખોની ઉપજ કરી…! ખેડૂતે

તેમના પિતા પરંપરાગત ખેતી કરતા હતા. પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષથી તેમને ખેતીમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેઓએ માર્કેટની સ્થિતિ જોઈ શરૂઆતમાં મધુ ટેટીનું વાવેતર કર્યું હતું. જેની માંગ બજારમાં સારી હોવાથી તેમને ટેટીમાં સારી સફળતા મળી હતી. જે બાદ તેઓએ સરકારી સહાય અને આધુનિક ટેકનોલોજીની મદદથી મધુ ટેટીનું વાવેતર વધારતા ગયા હતા.આ વર્ષે તેમણે 45 વિઘા જમીનમાં મધુ નામની સકરટેટીનું વાવેતર કર્યું હતું. જેમાંથી તેમને અંદાજિત 45 લાખ રૂપિયા જેટલો નફો થયો છે. મધુ સકરટેટી અન્ય જાત કરતા લાંબો સમય તાજી રહેતી હોવાના કારણે માર્કેટમાં તેની માંગ વધુ છે. મધુ ટેટીનો ભાવ અન્ય ટેટી કરતા કિલે રૂપિયા બે થી ત્રણ વધુ ભાવ મળે છે. આ વર્ષે નરેશભાઈએ એક કિલે સરેરાશ 12 રૂપિયે વેચાણ કર્યું છે. બનાસકાંઠા અને ગુજરાતમાં થતી મોટાભાગની મધુ સકરટેટી કાશ્મીરમાં નીકાસ થાય છે.

નરેશભાઈ જેવા ખેડૂત દિવ્યાંગ હોવા છતાં પણ પોતાની સૂઝબૂઝથી ખેતીમાં કંઈક નવુ કરી સફળતા મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.આ અંગે દિવ્યાંગ ખેડૂત નરેશભાઈએ જણાવ્યું હતું કે, મેં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. ઓર્ગેનિકમાં મધુ સકરટેટીનું વાવેતર કર્યુ છે. જેમાં હું સકરટેટીના પાકમાં જીવામૃત બેક્ટેરિયા આપું છું અને ઉપર છાસનો છટકાવ કરું છું. હું વર્ષના ત્રણ ક્રોપ લઉં છું. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના યોગેશ પવારનો બહુ આભારી છું એમને ખુબ જ સજેશન આપ્યા છે અને સામેથી ફોલોપ લીધા છે, હું એમનો ઋણી છું. ખેતીમાં દર વર્ષ હું ત્રણ ક્રોપ લઉં છું ત્રણેય ક્રોપમાં હું સારી આવક મેળવું છું. મારાં ગામમા ઉંચામાં ઊંચા ભાવ મારી મધુ સકરટેટીના જ આવતા હોય છે. મારૂં કહેવું છે કે, આ પ્રમાણે ખેતી કરવાથી આપણે પગભર થઈ શકીએ છીએ. જેમાં સરકારની સહાય અને સબસીડી પણ મળે છે જેનો પણ લાભ લઈ શકાય છે.ખેડૂતે વધુમાં જણાવ્યું કે, આ વર્ષે મેં 45 વીઘામાં મધુ સકરટેટીનું વાવેતર કર્યુ છે. જેમાં એક વીઘા દીઠ એક લાખ રૂપિયાની આવક થશે એવી હું આશા ધરાવું છું કેમ કે, સકરટેટીની સારી એવી વેરાયટીના સારા એવા ભાવ મળે છે.

દિવ્યાંગ ખેડૂતે લાખોની ઉપજ કરી…! ખેડૂતે

અન્ય વેરાયટી કરતા મધુ ટેટીના વિશેષ ભાવ મળશે. સકરટેટીની મધુ વેરાયટીમાં 17 થી 18 ટનની ગાડી એક સાથે ભરાય છે. ત્યારે સકરટેટીની આવી વેરાયટી વાવી અન્ય ખેડૂતો પણ પગ ભર બંને તેવી હું તમામ ખેડૂતોને અપીલ કરૂ છું.વધુમાં દિવ્યાંગ ખેડૂત નરેશભાઈએ જણાવ્યું હતું કે, મારી સકરટેટીનો નિકાસ અન્ય રાજ્યમાં પણ થાય છે. જેથી ત્યાંથી સારો એવો ભાવ પણ મળે છે. તેમજ આ સકરટેટીની સારી એવી માંગ પણ છે. ત્યારે આવનારા વર્ષોમાં બીજા ખેડૂતોને પણ અપીલ કરૂ છું કે, તેઓ પણ આ પ્રમાણેની ખેતી કરીને પગભર બને.આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાની અંદર વાસણા ગોળીયાના ખેડૂત નરેશભાઈ ગહેલોત દિવ્યાંગ ખેડૂત છે. તેમ છતાં તેઓએ ખેતીની અંદર સારી એવી સફળતા મેળવી છે.

Read About Weather here

ખેતીની અંદર નવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સારી એવી ખેતી કરવાનાં એમના જે પ્રયત્નો છે તેમાં તેઓેને સફળતા મળી છે. અમે એમને સકરટેટીની અંદર ધરુથી વાવેતર કરવાની શરૂઆત કરાવી હતી. સાથે સાથે આ વખતે સકરટેટીની સાથે પપૈયાનું વાવેતર કરવાની પણ શરૂઆત કરાવી છે, એમને ફક્ત ખેતીની અંદર રાસાયણિક ખેતી પર આધાર ના રાખી અને જૈવિક ખાતર થકી ખેતી ખર્ચમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ વિઘાએ 7 થી 8 ટન ઉત્પાદન તેઓએ મેળવ્યું છે. તેઓ જે સકરટેટીની ખેતી કરે છે તે એક્સપોર ક્વોલીટીની વેરાયટી હોવાથી અન્ય રાજ્યમાં તેની મોટા પાયે માંગ છે અને બજાર ભાવ પણ ઉંચા આવે છે. આ ઉપરાંત અન્ય પાકોની અંદર આધુનિક ખેતી દ્વારા બીજા ખેડૂતોને પણ પ્રેરણા આપવાનું કામ નરેશભાઈ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારની વેરાયટીની ખેતી કરી તેઓ 45 વીઘામાંથી સારી એવી કમાણી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here