જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને 30 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 26 ટ્રેન રદ્દ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here
વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ખડી પડ્યા હતા. જેથી આ અકસ્માત સર્જાતા જ રેલવે સ્ટેશનના હુટરો ગુંજી ઉઠ્તા દોડધામ મચી ગઈ હતી.આ રેલ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા એક પર એક ચડી જતા રમમોટો કહી શકાય તેવી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવના પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા જોવા મળ્યા હતા.
તેમજ રેલવેની 25 હજાર મેગા વોટની વીજલાઇન પણ તૂટી જવા પામી હતી. આ અકસ્માત સમયે માલાગાડી 110ની સ્પીડે જઈ રહી હતી. તે દરમિયાન તેના પૈડા લોક થઈ હતા તે ટ્રેક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે લગભગ એક કિ.મી સુધી માલગાડીના ડબ્બાના વ્હીલ ઘસડાયા હતા. જોકે, આ રેલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરાતા રેલવેના ડીઆરએમ, સ્ટેશન માસ્ટર, સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુદ્ધના ધોરણે દિલ્હી મુંબઈ વચ્ચેનો બંધ પડેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરીમાં જોતરાયા હતા.આ અકસ્માત કયા કારણોસર થયો તે સત્તાવાર રીતે જાણવા મળ્યુ નથી. આ રેલ અકસ્માતને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.
Read About Weather here
અકસ્માત બાદ 30 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જ્યારે આજે વધુ ટ્રેન ડાયવર્ટ કરવી પડશે. તેની સાથે 26 ટ્રેન રદ્દ કરાઇ છે. જો તેમા પેસેન્જર ટ્રેન હશે તો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.બીન સત્તાવાર રીતે એવુ કહેવાઈ રહ્યુ છે કે, કોઈ એક ડબ્બાના વ્હીલ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ તપાસ બાદ જ સાચુ કારણ જાણી શકાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here