માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાનગી બસ હંકારી મૂકતા અફરાતફરી

માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાનગી બસ હંકારી મૂકતા અફરાતફરી
માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાનગી બસ હંકારી મૂકતા અફરાતફરી
બસ દોડવા લાગતા રસ્તા પર પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. ભુજ શહેરમાં આજે એક માનસિક અસ્વસ્થ વ્યકિતએ પાર્કિંગમાં પડેલી બસ ચાલુ કરી દેતા અફરાતફરી મચી હતી. કેટલાક લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી.ભુજ શહેરના અતિ વ્યસ્ત વીડી સર્કલ પાસે આજે સવારે ઉભેલી ખાનગી બસમાં એક માનસિક અસ્વસ્થ વ્યક્તિ ચડી ગયો હતો અને ડ્રાઈવર સીટ પર બેસી બસનો સેલ મારી ચાલુ કરી દેતા ગેરમાં પડેલી બસ ચાલતી થઈ ગઈ હતી. જેના કારણે આસપાસ ઉભેલા બેથી ત્રણ વ્યક્તિ હડફેટે આવી જતા ઇજા પામ્યા હતા. બાદમાં ધીમી ગતિ સાથે બસ સામે તરફના માર્ગે જઈને અટકી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો,
માનસિક અસ્વસ્થ વ્યક્તિએ ખાનગી બસ હંકારી મૂકતા અફરાતફરી અસ્વસ્થ

Visit Saurashtra Kranti Homepage here

જ્યાં અનેક દ્વિચક્રી બાઇકોમાં નુકસાન થયું હતું. બનાવના પગલે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટનાસ્થળે ઉપસ્થિત ભીડે બસ ચાલાવનાર વ્યક્તિને પકડી પાડીને નીચે ઉતારી પાડ્યો હતો.આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર શહેરના વીડી સર્કલ પાસે ભય ફેલાવનાર ઘટનામાં બે ત્રણ વ્યક્તિઓ ઇજા પહોંચી હતી

Read About Weather here

જ્યારે કેટલાક પાર્ક થયેલા વાહનો પણ ખાનગી બસની હડફેટે આવી જવાથી નુકસાન પામ્યા હતા. ઘડીભર માટે પસાર થતા વાહન ચાલકો પણ ઉભા રહી ગયા હતા. સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગાંધીધામ આદિપુર, મુન્દ્રા માંડવી તરફ જતી ખાનગી મીની લકઝરી બસો આ સ્થળેથી પ્રસ્થાન કરતી હોય છે. ઉલ્લેખનીય છે એક વર્ષ પૂર્વે ભચાઉ એસટી વર્કશોપમાં પડેલી બસને પણ એક પાગલ વ્યક્તિએ હંકારી મુકતા અફડાતફડીનો માહોલ સર્જી દીધો હતો. જે પૈકીની એક બસ ઉપર પાગલ ચડી ગયો હતો અને બસને હંકારી મૂકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here