ડેરી ઉદ્યોગનાં વિકાસ માટે રૂ. 5 હજાર કરોડની યોજનાનો શુભારંભ

ડેરી ઉદ્યોગનાં વિકાસ માટે રૂ. 5 હજાર કરોડની યોજનાનો શુભારંભ
ડેરી ઉદ્યોગનાં વિકાસ માટે રૂ. 5 હજાર કરોડની યોજનાનો શુભારંભ

સહકારથી સમૃધ્ધિનું ધ્યેયમંત્ર ફરી વ્યક્ત કરતા કેન્દ્રનાં સહકારિતા મંત્રી અમિત શાહ: અમુલનાં 75 માં સ્થાપના વર્ષ અને લોખંડી પુરૂષ સરદાર પટેલ જન્મજયંતિનાં ખાસ કાર્યક્રમમાં શાહનાં હસ્તે યોજના લોન્ચ કરાઈ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી, કેન્દ્રીયમંત્રીનાં હસ્તે અમુલનાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ

ગુજરાત અને દેશની અગ્રણી ડેરી કંપની અમુલનાં 75 માં સ્થાપના વર્ષ તેમજ અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલની જન્મજયંતી નિમિતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કેન્દ્રનાં ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ડેરી ઉદ્યોગનાં વિકાસ માટે રૂ. 5 હજાર કરોડની જંગી ડેરી સહકાર યોજનાનું લોન્ચિંગ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. અમિત શાહે સહકારથી સમૃધ્ધિનાં ધ્યેયમંત્રનો પુનરુચ્ચાર કર્યો હતો અને ગુજરાતની દૂધ સહકારી સફળતા સરદાર પટેલનાં વિઝનને આભારી હોવાનું જણાવ્યું હતું.

તેમણે સહકારિતાને આર્થિક વ્યવસ્થાનું મજબુત સ્થંભ બનાવવા સૌને હાકલ કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે પાંચ ટ્રિલિયમ ડોલરનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવું યોગદાન

આપી આત્મનિર્ભર ભારત માટે પ્રેરકબળ બની રહેશે. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા તૈયાર કરાયેલી રૂ. 5 હજાર કરોડની ડેરી સહકાર યોજનાનો અમિત શાહનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

દૂધનગરી આણંદમાં અમુલનાં પરિસરમાં નવનિર્મિત સરદાર સભાગૃહનું લોકાર્પણ કરવા સાથે અમિત શાહે દાણ ફેક્ટરીમાં રૂ. 1.72 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલ ઈથનો વેટરીનરી પ્રોડક્ટનું પણ લોન્ચિંગ કર્યું હતું.

2500 મેટ્રીક ટન ચીઝની સંગ્રહ ક્ષમતાવાળા વેરહાઉસનું લોકાર્પણ કર્યું હતું. સાથે-સાથે અમુલનાં જૈવિક ખાતરનું પણ લોન્ચિંગ કર્યું હતું અને અમુલની 75 વર્ષની સફળગાથા વિશેની સ્મરણીકાનું વિમોચન પણ કર્યું હતું.

એ સિવાય અનેક પ્રકલ્પોનું એમના હસ્તે ઉદ્દઘાટન થયું હતું. આ તકે અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાને એમની આગવી દ્રષ્ટિથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. કૃષિ અને પશુપાલન જેવા વિષયો સહકારિતા સાથે જોડી દેવાયા છે.

ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવી સંસ્થાઓ સહકારિતાનાં સફળ મોડેલ છે. તેમણે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ફળ, ફૂલ, શાકભાજી અને ધાન્ય ખેતપેદાશોનાં સહકારિતા ધોરણે વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા અમુલને આહ્વાન કર્યું હતું.

તેમણે સહકારિતા આંદોલનનો પ્રાણ ગુજરાતની મહિલાઓ હોવાનું જણાવી કહ્યું હતું કે આઝાદી પછી મહિલાઓનું સશક્તિકરણ અમુલનાં માધ્યમથી થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું તો અમુલ સાથે ગાઢ નાતો હતો.

એમની પ્રેરણાથી જ કરમઠ સ્વ. ત્રિભુવનદાસ પટેલે પુરુષાર્થની પરાકાષ્ટ સર્જીને અમુલને આજે વિશ્ર્વ બ્રાંડ બનાવવામાં સિંહ ફાળો આપ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમૃત મહોત્સવમાં જણાવ્યું હતું

કે, આઝાદી પહેલા બ્રિટિશરો સામે અસહકાર લડતની આગેવાની લેનારું ગુજરાત આજે 21 મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતનાં બે સપૂત ગાંધીજી અને સરદારની જોડીનાં સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો.

હવે ગુજરાતનાં જ બે પનોતા પુત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહકાર ક્ષેત્રને નવી દિશા આપી રહ્યા છે. અમુલ બ્રાંડ આજે વિશ્ર્વ બ્રાંડનું વટવૃક્ષ બની છે.

Read About Weather here

અમુલ દૂધ પીતા હૈ ઇન્ડિયા એવી પંચ લાઈન બની ગઈ છે કે દૂધ એટલે અમુલ એવો ભાવ જનજનમાં જાગ્યો છે. અમુલ બ્રાંડ દેશ અને વિશ્ર્વ માટે પ્રેરણારૂપ બની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here