મોંઘવારી અને મંદીની ઐસી તૈસી: દિપાવલી ઉજવવા જબરો થનગનાટ

મોંઘવારી અને મંદીની ઐસી તૈસી: દિપાવલી ઉજવવા જબરો થનગનાટ
મોંઘવારી અને મંદીની ઐસી તૈસી: દિપાવલી ઉજવવા જબરો થનગનાટ
ગુજરાતીઓ કોરોના મુકત હવામાં તહેવાર ઉજવવા નીકળી પડયા: હોટેલો, રીસોર્ટ, તમામ પિકનિક સ્થળો પર રાજકોટ સહિત રાજયોના સહેલાણીઓનો ધસારો
કાશ્મીર સહિતના પર્યટન સ્થળો પર ફરવા નિકળી પડયા પરિવારો: વિમાન ભાડા અને ખાનગી બસોના ભાડામાં પણ બમણો વધારો છતાં લોકોમાં પ્રચંડ ઉત્સાહ

Visit Saurashtra Kranti Homepage here

બેફામ મોંઘવારી, આર્થીક તંગી અને મંદિના હવામાન છતાં ગુજરાતી પરિવારો બે વર્ષ બાદ મળેલી તકનો ભરપુર ઉપયોગ કરીને દિપાવલી મનાવવાના જબરા ઉત્સાહ અને થનગનાટ સાથે પર્યટન સ્થળો તરફ ધસારો કરી રહયા છે.

ભાડા વધારા અને મોંઘવારીના વધતા જતા દરોએ પણ એમના ઉત્સાહમાં બે્રક મારી નથી. મોટા પાયે ગુજરાત અને બહારના પર્યટન સ્થળો તથા રીસોર્ટ તરફ લોકોએ ભારે ધસારો કર્યો છે.

એના પગલે લગભગ તમામ હોટેલો અને રીસોર્ટમાં હાઉસફુલના પાટીયા ઝુલવા લાગ્યા છે. લોકોના ઉત્સાહમાં બિલકુલ ઓટ આવી નથી. જેના કારણે પ્રવાસન ઉદ્યોગમાં નવા પ્રાણનો સંચાર થયો છે.

ગુજરાતમાં છેલ્લા લગભગ ત્રણ મહિનાથી કોરોનાની પરિસ્થિતિ પણ નિયંત્રણ છે. જનજીવન પણ પૂર્વવત થઇ ગયું છે ત્યારે લોકોમાં દિપાવલી પર્વને મનાવી લેવાનો જબરદસ્ત રસ, રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહયા છે.

લાંબી જેલ સજા ભગવીને ખુલ્લી હવામાં આવેલા કેદીને જેવો આનંદનો અનુભવ થાય એવી રીતે કોરોના મુકિતના હવામાનમાં શ્ર્વાસ લેતા અનેક ગુજરાતી પરિવારો ફરવા માટે ઘરની બહાર નિકળી ચુકયા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાંથી લોકોએ ગુજરાતના જાણીતા રીસોર્ટ અને પર્યટન સ્થળો તથા ગુજરાતની બહાર કાશ્મીર, ગોવા અને ઉટી તરફ પયાન કરવાનું શરૂ કરી દીધુ છે.

બજારોમાં પણ દિપાવલીની ભારે રોનક જોવા મળી રહી છે. બસ ભાડા અને વિમાનના ભાડા બમણા થઇ ગયા હોવા છતાં લોકોના દિવાળી ઉજવણીના ઉત્સાહમાં બિલકુલ બ્રેક લાગી નથી.

રાજકોટ, જામનગર, ભાવનગર તેમજ અમદાવાદ વગેરે સ્થળેથી મોટા ભાગના લોકો, સહ પરિવાર ગુજરાતની બહાર જઇ રહયા છે. મોટા ભાગે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ઇશાન ભારતના રાજયો તરફ વધુ ધસારો જોવા મળી રહયો છે.

અત્યારે અમદાવાદથી કાશ્મીર, ગોવા, ઉત્તરાખંડ વગેરે તરફ જવાના વિમાન ભાડામાં ચાર ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. છતાં વિમાનોનું બુકિંગ હાઉસફુલ થઇ રહયું છે. અમદાવાદથી જોધપુરનું વિમાન ભાડુ સામાન્ય રીતે 3 હજાર હોય છે એ વધીને રૂ.10 હજાર થઇ ગયું છે.

ટ્રેનોમાં પણ 1-1 હજારથી વધુ મુસાફરોનું લાંબુ લચક વેઇટીંગ લીસ્ટ જોવા મળી રહયું છે. દિવાળી તહેવારો પર મોટા ભાગની ટીકિટોનું બુકિંગ થઇ ગયું છે. કેટલીક વધારાની ખાસ ટ્રેનો પણ રેલવે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. એસટી બસો પણ ભરચક જઇ રહી છે.

ખાનગી બસોના ભાડામાં બમણો વધારો થઇ ગયો હોવા છતાં ખાનગી બસોમાં પણ જગ્યા મળતી નથી અને ભરચક જઇ રહી છે. જાણે આખુ ગુજરાત ફરવા નિકળી પડયું હોય એવા દ્રશ્યો એરપોર્ટ અને બસપોર્ટ પર જોવા મળી રહયા છે.

આર્થીક રીતે ખમતીધર હોય એવા ગુજરાતી પરિવારો વિદેશની સહેલગાહે ઉપડી રહયા છે. આ વખતે દુબઇ અને માલદિવ ટાપુ દેશ ગુજરાતીઓના માનીતા વેકેશન સ્પોટ બન્યા છે. અમદાવાદ થી દુબઇનું વિમાન ભાડુ વધીને રૂ.60 હજાર જેવું થઇ ગયું છે.

Read About Weather here

છતાં દુબઇ જવાની ટીકિટ માંડ માંડ મળે છે. આગામી વેકેશન દરમ્યા તક મળે કે ન મળે એ ગણતરી રાખીને ગુજરાતી પરિવારો જોમ અને જુસ્સા સાથે દિપાવલી મનાવવા હરવા-ફરવાના સ્થળે ધસી રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here