ટ્રાફિકની સમસ્યાના નિરાકરવા માટે મનપાના પદાધિકારીઓની રેલવે વિભાગ સાથે ચર્ચા

ટ્રાફિકની સમસ્યાના નિરાકરવા માટે મનપાના પદાધિકારીઓની રેલવે વિભાગ સાથે ચર્ચા
ટ્રાફિકની સમસ્યાના નિરાકરવા માટે મનપાના પદાધિકારીઓની રેલવે વિભાગ સાથે ચર્ચા

જામનગર રોડનો સાંઢીયા પુલ નવો બનાવવા ડિઝાઈન તૈયાર કરાઈ

તા.17 ના રોજ રેલવે વિભાગ સાથેના જુદા જુદા પ્રશ્ર્નો અંગે મિટિંગ મળેલ હતી. આ મિટિંગમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રેલવે વિભાગના ડી.આર.એમ. અનિલકુમાર જૈન, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, ડે.કમિશનર આશિષ કુમાર, રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જીનિયર ઇન્દ્રજીતસિંહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સિટી એન્જીનિયર એચ.એમ.કોટક, એચ.યુ.દોઢિયા તેમજ રેલવે વિભાગના અન્ય સબંધક સ્ટાફ હાજર રહેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

જામનગર રોડ પર સાંઢિયા પુલ આશરે 1978માં બનેલ છે. આ પુલ ઘણા વર્ષ જુનો છે. જેથી આ પુલ નવો બનાવવા માટે 16.40 મીટરનો ફોરલેન કરવા માટે જરૂરી ડીઝાઈન તૈયાર કરવામાં આવેલ છે. ફોરલેન બનાવવા માટે રેલવે વિભાગ હેઠળ આવતા રેલવે સ્પાન અંગે રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ. જરૂરી ચર્ચા બાદ ડ્રોઈંગમાં જરૂરી સુધારા વધારા કરવાના થતા હતા. જે સુધારા વધારા કરી રેલવે વિભાગને ડ્રોઈંગ આપવાનું તેમજ રેલ્વે વિભાગ દ્વારા પણ વહેલાસર વિભાગની મંજુરી મેળવવા સાંસદએ તથા પદાધિકારીઓએ રેલ્વે વિભાગના અધિકારીને જણાવેલ હતું. આ ઉપરાંત શહેરની ટ્રાફિકની સરળતા માટે હૈયાત એસ્ટ્રોન નાલાની બાજુમાં દસ્તુર માર્ગ સામે નવું નાલુ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તે માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here