જૈન સોશિયલ ગુ્રપ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા રવિવારે મહારકતદાન કેમ્પ

જૈન સોશિયલ ગુ્રપ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા રવિવારે મહારકતદાન કેમ્પ
જૈન સોશિયલ ગુ્રપ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા રવિવારે મહારકતદાન કેમ્પ
આગામી રવિવાર તારીખ 17 એપ્રિલના રોજ જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ રોયલ અને શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યાં છે. ફિલ્ડમાર્શલ બ્લડ બેન્કના સહયોગથી રજપૂતપરા-6 સ્થિત મોઢ વણિક વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે આ મેગા કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે.બ્લડ ડોનેશન કરનાર દરેક રક્તદાતાઓને અનેક સુંદર ભેટ આપવામાં આવશે જેમાં સોનમ ક્વાર્ટઝ, વરમોરા ગ્રુપ, જુલિયાના ફેશન, શ્રી અતુલભાઈ શેઠ પરિવાર, શ્રી અનિષભાઈ વાધર પરિવાર અને ભાવીકભાઈ શાહ જેવા દાતાઓનું આર્થિક યોગદાન મળ્યું છે.રક્તદાન કેમ્પની સાથે અનેક વિવિધ સેવાલક્ષી કાર્યક્રમનું પણ સાથે અનેરૂં આયોજન કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ રોયલના પ્રમુખ જીજ્ઞેશભાઈ મહેતા અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયએ આ વિષે માહિતી આપતા જણાવ્યું કે, મેગા રક્તદાન કેમ્પની સાથે દંતયજ્ઞ સારવાર કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. દંતયજ્ઞમાં પ્રથમ 25 જરૂરિયાતમંદ દર્દીઓ ને દાંતનું ચોકઠું નિ:શુલ્ક કરી આપવામાં આવશે. જ્યારે ત્યાર પછી માત્ર રૂ.1000 ના ટોકન ચાર્જમાં દર્દીઓને દાંતનું ચોકઠું કરી આપવામાં આવશે. આ મેગા દંતયજ્ઞમાં જાલંધર યોગ પદ્ધતિથી ઇન્જેકશન કે ટાંકા વગર દાંત પાડવાના નિષ્ણાંત ડો. જયસુખભાઈ મકવાણા સેવા આપી રહ્યા છે.

ડો. સંજય કણઝરીયા હોમિયોપથી દ્વારા ઓપરેશન વગર હરસ, મસા, ભગંદર અને વાઢીયા તથા ચામડીના રોગોના નિષ્ણાત છે અને વગર ઓપરેશન સૌથી મોટા ભગંદરની સારવાર માટે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન ધરાવે છે તેઓ પણ સેવા આપશે. ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશનનાં ડો. કુ. મોનિકા ભટ્ટ, ડો. સંજય અગ્રાવત અને કુ. જાગૃતિ ચૌહાણ પણ સેવારત છે. સર્વરોગ નિદાનમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક અને હોમિયોપથી દ્વારા દર્દીઓને અનેક જૂના અને હઠીલા રોગોનું નિદાન કરી આપવામાં આવશે તેમજ સારવારમાં એક અઠવાડિયાની દવા નિ:શુલ્ક આપવામાં આવશે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હિમોગ્લોબિન ટેસ્ટ પણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે અને હિમોગ્લોબિનની ઊણપ જણાશે તેવા 10 થી 80 વર્ષના સ્ત્રી – દર્દીઓને ટેબ્લેટનું વિતરણ નિ:શુલ્ક કરાશે.

કિડનીને લગતા રોગોને નિવારવા માટે ઇન્ડિયા રીનલ ફાઉંડેશન દ્વારા માહિતી પણ પૂરી પાડવામાં આવશે. પ્રથમ 1000 વ્યક્તિઓને પક્ષીઓ માટે માળા અને પાણીનાં કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરાશે.આ વિવિધ સેવાયજ્ઞમાં ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ, એચ.સી. જી. હોસ્પિટલ, ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જીવનજ્યોત એજ્યુકેશન ચેરીટેબર ટ્રસ્ટ, કુંડારિયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશન, મોઢ વણિક જ્ઞાતિ જેવી સેવાભાવી સંસ્થાઓનો સહયોગ મળેલ છે.

Read About Weather here

આ મેગા આયોજનની સફળતા માટે જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ રોયલના પ્રમુખ જીજ્ઞેશ મહેતા, ફાઉંડર પ્રેસિડન્ટ અનિષ વાધર, ભૂતપૂર્વ પ્રમુખ પ્રશાંત સંઘવી, રાજેન દોશી, મેહુલ શાહ, હિમાંશુ કોઠારી, નીલેષ કોઠારી, વૈભવ સંઘવી, ઉપપ્રમુખ ભાવીન ઉદાણી, સેક્રેટરી પિનાકીન શાહ, જોઇન્ટ સેક્રેટરી ઉમેશ શેઠ, ખજાનચી પંકજ મહેતા અને કારોબારી સભ્યો પ્રકાશ કોઠારી, કેતન મહેતા, અમિત તેજાણી, ભાવિક શાહ, જીજ્ઞેશ ખંધાર, કલ્પેશ શાહ અને ઉમંગ ગોસલીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here