જેતપુરના લેઉવા પટેલ સમાજ ખાતે જેતપુર ડાઈગ એન્ડ પ્રિનટીગ એશોશિએશનની સાધારણ સભા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ઉઘોગકારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભા મા એશોશિએશન ના પ્રમુખ જયંતીભાઈ રામોલીયાએ પ્રવચન આપતા જણાવ્યું હતું કે પ્રદૂષણ ફેલાવતા ઉઘોગકારો એ ચેતવાનો સમય પાકી ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
સાડી ઉઘોગ નો પ્રદૂષણનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો છે ગણયા ગાઠયા અને એશોશિએશન સાથે ન જોડાયેલા કારખાનેઘારોને પ્રદૂષણ ન ફેલાવાની તાકીદ કરી હતી. આમ છતાં સહકાર ન આપતા એવા કારખાનેઘારો સામે શિક્ષાત્મક પગલાં ભરવા કે ભરાવા માટે એશોશિએશન કયારેય અચકાશે નહિ. ઘણા વખતે અમૂક કારખાનેઘારો પોતાનૂ પ્રદૂષણ યૂકત પાણી ભૂગર્ભ મા ઉતારતા હોવાથી આજૂબાજૂમાં જમીન ઘરાવતા ખેડૂતોના વાડી કૂવા બોર ના તળ બગડી જતા હોવાની વારંવાર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ફરીયાદો ઉઠે છે આવી પ્રવૃતિઓ તાકીદે બંધ કરી ને જેતપુરના સાડી ઉઘોગને બચાવવા કારખાનેઘારોનો સહયોગ જરૂરી છે આમ છતાં જો કોઈ કેમીકલ યૂકત અને પ્રદૂષિત પાણી કંયાય પણ ભૂગર્ભમાં ઉતારતા કે છોડતા પકડાશે તો જેતપુર ડાઈગ એશોશિએશન 25 લાખ રૂપિયાનો દંડ ફટકારશે તેવૂ નક્કી કરવામાં આવ્યું છે.
Read Saurashtra Kranti E-Paper here
સાધારણ સભામાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે જેતપુરનો સાડી ઉઘોગ આજે હજારો મજૂરોને રોજી રોટી આપી રહ્યો છે પ્રદૂષણના પ્રશ્ન હાલતા ચાલતા ઉભા થઇ રહ્યા છે પ્રદૂષણ ફેલાવતા કારખાનેઘારોને અનેકવાર ચેતવ્યા છે છતાં મનમાની કરતા હોવાની ફરીયાદો છેલ્લા 10 વર્ષથી મળી રહી છે પણ શુ થાય.સ્થાનિક ધારાસભ્ય તરીકે જેતપુરના ઉઘોગને બચાવવાની મારી ફરજ છે તેમણે એવો ટોણો પણ માર્યો હતો કે વર્તમાન સમયમાં જેતપુર થી દરીયાઇ સૂધી પાણી પહોચાડવા ની પાઈપલાઈન ફીટ થઈ રહી છે જેમાં જેઑને કંઈ લેવા દેવા ન હોવા છતાં આડો પગ કરતા હોવાની વાત અન્યાય કરતા છે.
Read National News : Click Here
વધુમાં તેમણે કહ્યું હતું કે જેતપુરના સાડી ઉઘોગ થી ખેડૂતો ની જમીન બગડવી ન જોઈએ જેમ કારખાનેઘારો પોતાના ઉઘોગ થી કમાણી કરે છે તેમ ખેડૂતો ને કમાણી માટે એક માત્ર સાઘન છે તો તે ખેતી છે વધુમાં જણાવ્યું કે ડાઈગ એશોશિએશન પાસે પોતાનું ફીલ્ટર પ્લાન્ટ હોવા છતાં અમૂક કારખાનેઘારો બેરોકટોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે જે સાડી ઉઘોગને મૃત્યુની ઘંટડી સમાન છે આવી પ્રવૃત્તિ થી એશોશિએશન બદનામ થાય છે આવી હરકતો બંધ કરી એશોશિએશન સાથે કારખાનેઘારોને જોડાવા હાકલ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here