જીતુભાઈના લેટર બોંબમાં મુદ્દાસર બાર જવાબ : મોહનભાઈ ખામોશ…!

જીતુભાઈ
જીતુભાઈ

મારા કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા નથી, મારી સરકારમાં જમીન મેળવવવા માટેની કોઈ ફાઈલો નથી, જિલ્લાના અમુક આગેવાનોએ ખોટી જમીનો મંજુર કરાવેલ તે આવનારા સમયમાં પ્રજા સમક્ષ મુકવામાં આવશે : જીતુ સોમાણી

જીતુભાઈ સોમાણીનો મોહનભાઈને ખુલ્લો પત્ર…

પોતાના જાહેર જીવનમાં કોઈ એક ડાઘ સાબિત કરે : ખુલ્લી ચેલેન્જ

Subscribe Saurashtra Kranti here

રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ભાજપના વાંકાનેર અગ્રણી જીતુભાઈ સોમાણી વચ્ચે ચાલી રહેતું કોલ્ડ વોર વધુ ગરમ સ્વરૂપ પકડી રહ્યું છે. જેમાં જીતુભાઈએ તા.30/03 ના રોજ મોહનભાઈને પોતાની તેજીબી ભાષામાં જવાબ આપ્યો છે. આ પત્રને અમો અક્ષરસહ પ્રસિદ્ધ કરીએ છીએ મોહનભાઈ એ સત્ય બોલવાની વાત કરી હતી તેની સામે મારો જવાબ હું સાચો રઘુવંશી છું હું ક્યારેય, અરાત્ય બોલતો નથી હું મારા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનના સોગંદ ખાઈને નીચેની જણાવું છું,

 1. 2019ની લોકસભાની ચુંટણીમાં વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ ના ઘરે આટલા કાર્યકરોની હાજરીમાં
 2. દિનુભાઈ વ્યાસ 2.ઈંદુભા જાડેજા 3. યોગેન્દ્રસિંહ ઝાલા 4.રાજેન્દ્રસિંહ ઝાલી ટેલા લોકોની હાજરીમાં મોહનભાઈએ પોતાની 3 દિકરીના સોગંદ ખાઈને વચન આપેલ તે વચને મોહનભાઈએ પાડેલ નથી તો કોણ અસત્ય બોલે છે તે પ્રજા એ વિચારવાનું.

 3. 2020ની મોરબી વિધાનસભાની પેટા ચુંટણીમાં મને બોલાવેલ સાથે યોગેન્દ્રસિંહ ઝાલા વંતા અમો માર્કેટીંગ યાર્ડમાં ગયેલ ત્યારે મોહનભાઈ તેમજ પ્રદિપભાઈ વાળા અને યોગેન્દ્રસિંહ તેમજ હાજરીમાં વચન આપેલ તે વચન મોહનભાઈએ પાડેલ નહી તે પ્રજા વિચારે.
 4. 2027 મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા મોહનભાઈએ હરાવેલ તે મોરબી જીલ્લાના લોકો જાણે છે અને આ બાબતે પ્રદેશમાં વારંવાર રજુઆત કરેલ છે.
 5. 2021 ની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની ગાઈડલાઈન મુજબ 67 વર્ષથી ઉપરના ને ટીકીટ ના આપવી છતા માળીયા નગરપાલિકાની ચુંટણીમાં 62 વર્ષ થી 75 વર્ષ સુધીના ને ટીકીટ આપેલ છતા દુર્લભજીભાઈ દેથરીયા (જીલ્લા પ્રમુખ) વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કેમ નહી?
 6. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતી જસદણ અને વિછીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભરતભાઈ બોધરાની પક્ષ વિરોધી પ્રવુતિને કારાગ હાર થઈ છતા તેમાં જીલ્લા પ્રમુખ દ્વારા પ્રદેશને કેમ કોઈ રીપોર્ટ કરાવેલ નહી ફકત વાંકાનેર સાથે જ કિન્નાખોરી કેમ ?
 7. સ્થાનિક સ્વરાજયે ચુંટણીમાં મોહનભાઈ કુંડારીયા તથા જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ શહેર પ્રમુખ પાસે કોરો લેટરપેડ માંગેલ અને અમો કહી તેમ લખી અપો પરંતુ દિનુભાઈ વ્યાસએ સત્ય હકીકત લખી જેથી તેને નોટીસ આપવામાં માં આવી.
 8. મારા કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા નથી મારી સરકારમાં જમીન મેળવવા માટેની કોઈ ફાઈલો નથી પરંતુ જિલ્લાના અમુક આગેવાનોએ ખોટી જમીનો મંજુર કરાવેલ તે આવનારા સમયમાં પ્રજા સમક્ષ મુકવામાં આવશે.
 9. વાંકાનેર નગરપાલિકાના 28 ચુંટાયેલા સભ્યોએ પ્રમુખ-ઉપ્રમુખ સર્વસમંતિથી નક્કી કરીને જિલ્લાને સૂચવેલ પણ જયશ્રીબેન સેજપાલ લોહાણા સમાજમાંથી આવતા હોય અને મોહનભાઈ કુંડરીયા લોહાણા સમાજને રાજકીય રીતે ખત્મ કરી નાખવા માંગતા હોય તેથી એક જ વોર્ડ માંથી પ્રમુખ-ઉપ્રમુખના નામો મુકાવેલ.
 10. જીતુભાઈને રાજકીય રીતે ખત્મ કરી નાખવા માટે મોહનભાઈ મારૂ ખૂન કરવી નાખે કા અકસ્માત કરાવી નાખે તેમજ મારા પર ફક્ત બે સામાન્ય કેશ હોય તો મને પાસામાં પુરાવી નાખે તો મને ભય છે.
 11. મોહનભાઈ કુંડારીયા એમ કહે છે મેં મારા રાજકીય જીવનમાં તુ પણ કહે નથી પરંતુ 2019ની સંસદને ચુંટણીમાં જિલ્લા પંચાયતના સદસ્ય નાનુભાઈ ડોડીયાને ખુલ્લી ધમકી આપેલ જે બાબતે ધમકી આપતા હોય તો તમો ભાજપના કાર્યકરોની કેવી વલે કરતા હશો આ વિડીયો યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે.
 12. Read About Weather here
 13. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રતિભા તથા વિજયભાઈની વિકાસયાત્રા તથા સી.આર.પાટીલ ની કુનેહથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું આવેલ છે અને વિજય થયેલ પણ કોઈ એક વ્યક્તિ શેખી મારતું હોય કે અમારા કરને વિજય થયેલ છે તો તેવું શેખી મારવાની જરૂર નથી.
 14. જીતુભાઈ સંઘની વિચારધારા ધરાવે છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પરંતુ મોહનભાઈ કુંડરીયા મારૂ રાજકીય અસ્તિત્વ ખતમ કરવા માંગતા હોય ફક્ત વ્યક્તિગત તેની સામે મારો વિરોદ્ધ છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમનપાના નિવૃત હેડ સર્વેયરને રસીના બે ડોઝ લીધા બાદ કોરોના
Next articleઅગાસી પર એસીના કમ્પ્રેસરમાં આગ લાગતા મહિલાનું મોત