રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરનાં વેપારીઓએ જીએસટીના વિરોધમાં આજે દેશવ્યાપી ‘ભારતબંધ’ માં જોડાઈને જીએસટી સામે આકરો રોષ અને વિરોધ પ્રદર્શિત કર્યા છે. સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં અને રાજ્યભરમાં દાણા બજાર, ચોખા બજાર, માર્કેટયાર્ડ સહિત અનાજ, કઠોળની તમામ દુકાનો અને બજારો બંધ રાખીને વેપારીઓએ સજ્જડ બંધ પાળીને રોષ વ્યક્ત કર્યો છે. અનાજ, કઠોળ, ચોખા, લોટ જેવી ચીજો પરનો નવો પાંચ ટકા જીએસટી સોમવારથી દેશમાં અમલી બની રહ્યો છે. જેના વિરોધમાં વેપારી આલમે આજે ‘ભારતબંધ’ નું એલાન આપ્યું છે. જેને વેપારીઓએ સજ્જડ પ્રતિસાદ આપ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠક કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં અનાજ, કઠોળ, નોન બ્રાન્ડેડ ચોખા, લોટ, ગોળ, દહીં અને લસ્સી જેવી જીવન આવશ્યક ખાદ્યચીજો પર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો હતો. જેના વિરોધમાં ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળ દિલ્હી દ્વારા આજે ‘ભારતબંધ’નું એલાન આપવામાં આવ્યું છે.
જામનગર વેપારી મહામંડળ દ્વારા બંધના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જામનગર ગ્રેઇન માર્કેટ પણ બંધમાં જોડાઈ છે. જીતુભાઈ લાલ અને લહેરીભાઈ જેવા વેપારી આગેવાનોએ બંધમાં જોડાવા અપીલ કરતા ગ્રેઇન માર્કેટ સજ્જડ બંધ રહી છે. હાપા માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવ્યું છે. વેપારીઓને યાર્ડમાં રવિવાર સુધી જણસ નહીં લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. જામનગરની વેપારી આલમ દ્વારા વેપાર-ધંધા બંધ રાખવામાં આવ્યા છે. જામખંભાળિયામાં અનાજ- કરિયાણાનાં વેપારીઓ બંધમાં જોડાયા છે. ગ્રેઇન મર્ચન્ટ એસો, રીટેઈલ ગ્રેઇન એન્ડ કિરાણા મર્ચન્ટ એસો, કેટલ ફૂડ મર્ચન્ટ એસો તથા એફએમસીજી એસોનાં વેપારીઓએ આજે ધંધા-રોજગાર બંધ રાખી આજે સજ્જડ બંધ પાળ્યો છે.
આજ રીતે જૂનાગઢમાં ગ્રેઇન સીડ્ઝ એન્ડ શુગર મર્ચન્ટ એસોના એલાનથી તમામ વેપારીઓ બંધમાં જોડાયા છે. વિસાવદરમાં કરિયાણાના વેપારીઓ અડધો દિવસ બંધ રાખશે. બપોરે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.ગોંડલમાં અનાજ, કરિયાણા, ગોળના વેપારીઓએ કામધંધા બંધ રાખ્યા છે અને બંધમાં જોડાઈને નવા વેરા સામે નવા રોષ અને આક્રોશ દર્શાવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ છે. વેપારી મહામંડળના નેતૃત્વમાં વેપારીઓએ પ્રાંત અધિકારીને જીએસટીના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે.
Read About Weather here
વેરાવળમાં જાણીતી વખારિયા બજારના 200 વેપારીઓ બંધમાં જોડાયા છે. કાજલી માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. આ રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતની વેપારી આલમે અનાજ, કઠોળ, લોટ અને ગોળ પરના વેરાની મુક્તિ પાછી ખેંચીને પાંચ ટકા જીએસટી લાદવાના નિર્ણય સામે જબરદસ્ત આક્રોશ વ્યક્ત કર્યો છે. દેશના અન્ય રાજ્યોમાં પણ અનાજના અને કરિયાણાના વેપારીઓ બંધમાં જોડાયા છે અને કામધંધા બંધ રાખી ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here