સુરત-વલસાડ જિલ્લાઓમાં ફરી ભારે વરસાદ: રેડ એલર્ટ

સુરત-વલસાડ જિલ્લાઓમાં ફરી ભારે વરસાદ: રેડ એલર્ટ
સુરત-વલસાડ જિલ્લાઓમાં ફરી ભારે વરસાદ: રેડ એલર્ટ
સૌરાષ્ટ્રમાં શનિવારે મેઘરાજાએ પોરો ખાધો હોય તેમ કોઈ સ્થળે નોંધપાત્ર વરસાદનાં વાવળ મળ્યા નથી પણ સુરત જિલ્લા અને વલસાડ જિલ્લામાં આજે પણ અનરાધાર વરસાદ તૂટી પડતા જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં 141થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો છે. સૌથી વધુ ધરમપુર અને કપરાડામાં પાંચ-પાંચ ઇંચ, ચિખલીમાં 3.8 ઇંચ, તાલાળામાં 2.6 અને વાપીમાં 2.6 ઇંચ વરસાદ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

અરબી સમુદ્રમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. જેના પગલે આવનારા 24 કલાકમાં જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. આજના દિવસ માટે ડાંગ અને વલસાડ એ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. અરવલ્લીમાં પણ આજે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. મોડાસા, મેઘરજ, ધનસુરા અને બાયડ વગેરે વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. ઓરિસ્સા અને પંજાબથી એનડીઆરએફની વધુ પાંચ-પાંચ ટીમો ગુજરાત આવી પહોંચી છે.

સૌરાષ્ટ્રના 141 જળાશયો અને સરદાર સરોવર ડેમમાં પાણીની જોરદાર આવક ચાલુ રહી છે. ભાદર ડેમ, સુરવો ડેમ, મચ્છુ ડેમમાં પણ નવા નિરની આવક હજુ ચાલુ છે. રાજ્યનાં કુલ 25 ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે. ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લા પાંચ જ દિવસમાં 15 ફૂટનો જોરદાર વધારો થયો છે. રાજ્યમાં અત્યારે એનડીઆરએફની કુલ 19 ટીમ તૈનાત છે. જયારે એસડીઆરએફની 27 પ્લાટુન કાર્યરત કરવામાં આવી છે. અસરગ્રસ્તોને એરલીફ્ટ કરવા માટે અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક અને મુંબઈમાં હેલીકોપ્ટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

Read About Weather here

છેલ્લા 24 કલાક દરમ્યાન ધરમપુર અને કપરાડા ઉપરાંત નવસારીનાં ખેર ગામમાં સાડા ત્રણ ઇંચ, ચિખલી, તાલાળા, વાપી અને વધઈમાં ત્રણ- ત્રણ ઇંચ, પારડી, સતલાસણા, ઉમરગામ અને થાનગઢમાં અઢી-અઢી ઇંચ, મોડાસા, ભુજ, લખપત, વેરાવળ, સાયલા અને માળીયામાં દોઢથી બે ઇંચ વરસાદ ખાબક્યો છે. અત્યારે 42 ડેમ હાઈ એલર્ટ પર છે. 13 ડેમ એલર્ટ પર તથા 12 ડેમ વોર્નિંગ પર છે. ગુજરાતનાં ડેમોમાં પાણીનો સરેરાશ જથ્થો 54.18 ટકા જેવો થઇ ગયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here