ચિત્રાખાડા ખાતે ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

ચિત્રાખાડા ખાતે ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન
ચિત્રાખાડા ખાતે ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

પ્રાણપ્રતિષ્ઠાનો પ્રારંભ તા.1 ફેબ્રુઆરીએ તેમજ પૂર્ણાહૂતિ તા.3 ફેબુ્રઆરીના રોજ થશે


ડાભી પરિવાર (ચિત્રાખાડા)ના આંગણે ડાભી પરિવારના ઠાકરજીના મંદિરનું ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવનકારી ધાર્મિક પ્રસંગનું આયોજન આગામી તા.1 થી 3 ફેબ્રુઆરી સુધીમાં ચિત્રાખાડા મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પ્રથમ દિવસ તા.1 ને બુધવારના રોજ સવારે 7 થી 8 કલાક દરમ્યાન દેહશુધ્ધી અને પ્રાયશ્ર્ચિત કર્મ, સવારે 8 થી 12 કલાક દરમયાન શ્રી ગણપતિ પૂજન-સ્થાપના, મંડપ પ્રવેશ, સ્તંભ પૂજન, વાસ્તુ પૂજન, સ્થાપિત દેવતા પૂજન અને કુંડપૂજન તેમજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન અગ્નિ સ્થાપના, સહશાંતિ યજ્ઞ, કુટિર હોમ, જલયાત્રા, નગરયાત્રા, જલાવિવાસ, સાયપૂજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વિતિય દિવસ તા.2 ને ગુરૂવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન સૂર્યાર્ઘ, શ્રી ગણપતિ તથા સ્થાપિત દેવપૂજન અને મહાસ્તનપનવિધિ, બપોરે 3 થી 6 કલાક દરમ્યાન શાંતિ-પુષ્ટિ હોમ, પ્રતિષ્ઠા સંબંધી હોમ, શય્યાવિવાસ, ધાન્યાવિવાસ, સાંયપૂજન તથા આરતી તેમજ રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકડાયરામાં રાજુભાઇ સાંકળીયા, ગગન જેઠવા, રવજીભાઇ બાલોન્દ્રા, મીતાબેન ચૌહાણ, સંગીતાબેન તાવીયા, પવુભા ગઢવી અને સજીંદા ગ્રુપ ગીરિશભાઇ નિમાવત એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.

તૃતિય દિવસ તા.3 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન સૂર્યાર્ઘ, શ્રી ગણપતિ તથા સ્થાપિત દેવપૂજન, સવારે 10 થી 1 કલાક દરમ્યાન મૂર્તિમાં મહાન્યાસ, પ્રાણપ્રતિષ્ઠાવિધિ, રાજોપચાર દિવ્યપૂજન, પીઠદેવતાપૂજન, શિખર અભિષેક અને શિખરકળશ પૂજન, બપોરેે 1:5 થી 1:20 કલાક દરમ્યાન ગર્ભગૃહમાં દેવનું દિવ્ય સ્થાપન (અભિજીત મુહૂર્તમાં)ધ્વરજારોહણ તથા પૂર્ણાહૂતિનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં અસ્તળની જગ્યા(થાનગઢ), ઠાકરધણીની જગ્યા મહંત શ્રી વાલજીભગત(કાળાસર ખેરડી), ગેબીની જગ્યા(સોનગઢ), તળપદા કોળી સમાજની જગ્યાના મહંત શ્રી ઘનશ્યામદાસ(તરણેતર) અને સતરંગની જગ્યા(મહંત શ્રી હરીરામ બાપુ) સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

Read About Weather here

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાળુભાઇ ડાભી, શામજીભાઇ ચૌહાણ, જીતુભાઇ સોમાણી, નવઘણભાઇ મેઘાણી, કેશરીદેવસિંહજી ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રતિલાલ અણિયારીયા અને જિજ્ઞાસાબેન મેર ઉપસ્થિત રહેશેઆ ત્રિ-દિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા સમસ્ત ડાભી પરિવાર-ચિત્રાખાડા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here