ગ્લેમર વર્લ્ડની ગંદી બાત…!

ગ્લેમર વર્લ્ડની ગંદી બાત…!
ગ્લેમર વર્લ્ડની ગંદી બાત…!
ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં દીપિકા ઉપરાંત અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી હતા. હાલમાં જ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાને મળેલી સલાહ અંગે વાત કરી હતી. દીપિકાએ કહ્યું, શાહરુખે કહેલું કે એવા લોકો સાથે જ કામ કરજે જેની સાથે તું સારો સમય પસાર કરી શકે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગેહરાઈયા’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યા છે. મીડિયા ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, ‘શાહરુખ ખાને મને ઘણી જ સારી સલાહ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શાહરુખે કહ્યું હતું કે હંમેશાં એવા લોકો સાથે જ કામ કરજે, જેની સાથે તું સારો સમય પસાર કરી શકે અને જેમને તું ઓળખતી હોય, કારણ કે જ્યારે ફિલ્મ બને છે ત્યારે તું પોતાનું જીવન જીવે છે, યાદો બનાવે છે અને અનુભવ મેળવે છે.’વધુમાં દીપિકાએ કહ્યું હતું, ‘જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ્સ મુકાવીને સ્તન મોટાં કરાવવાની સલાહ મળી હતી. જોકે, મારામાં એટલી સમજણ હતી કે કઈ વાતને ગંભીરતાથી લેવાય અને કઈ વાતને નહીં.’દીપિકાને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તે ઓડિશનમાં ક્યારે નિષ્ફળ રહી છે? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે તે મોડલિંગ કરતી હતી ત્યારે તેણે ઓડિશન આપ્યા હતા.

Read About Weather here

જોકે, એક્ટિંગ કરિયરમાં આવ્યા બાદ તેણે ક્યારેય એ રીતનાં ઓડિશન આપ્યાં નથી. દીપિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે પહેલી જ વાર સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. આ ઉપરાંત દીપિકા એક્ટર રીતિક સાથે ‘ફાઇટર’માં જોવા મળશે. શાહરુખ તથા જ્હોન સાથે ફિલ્મ ‘પઠાન’માં પણ કામ કરે છે.દીપિકાએ હોલિવૂડ ફિલ્મ ‘xXx: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’થી હોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. દીપિકાએ હોલિવૂડમાં ઓડિશન આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here