ગોંડલ રોડ પર સાત દુકાનના તાળા તૂટ્યા,બે શખ્સો સીસીટીવીમાં કેદ

ગોંડલ રોડ પર સાત દુકાનના તાળા તૂટ્યા,બે શખ્સો સીસીટીવીમાં કેદ
ગોંડલ રોડ પર સાત દુકાનના તાળા તૂટ્યા,બે શખ્સો સીસીટીવીમાં કેદ

અમુક દુકાનોના સીસીટીવી તોડી નુકશાન કર્યું: ફિંગર પ્રિન્ટ અને ડોગ સ્કોવડની મદદથી આરોપીની ઓળખ મેળવવા તજવીજ: વેપારીઓમાં ફફડાટ

ગોંડલ રોડ પર શિવ હોટેલની સામે રવેચીનગર વિસ્તારમાં સાત દુકાનોમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટકતા વેપારીઓ ફફડાટ ફેલાઈ રહ્યો છે.જોકે દુકાનમાંથી કોઈ વસ્તુ ચોરાઈ નહોતી. તાલુકા પોલીસે ગુનો નોંધી ડોગ સ્કવોડ અને ફીંગર પ્રિન્ટ એકસપર્ટની મદદથી તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘટનાસ્થળ પર સીસીટીવી કેમેરામાં પણ તસ્કરો કેદ થઈ ગયા હતા તેમાં એકાદ તસ્કરે મોઢું બાંધેલું છે.એકાદ તસ્કરનું મોઢું ખુલ્લું છે.સીસીટીવી ફુટેજ કબ્જે લઈ તાલુકા પોલીસે તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

Read About Weather here

તસ્કર ટોળકીએ અમુક દુકાનોના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા,તો અમુક દુકાનોના કેમેરા વાળી નાખ્યા હતા.સવારે તસ્કરો આવ્યાની જાણ થતા વેપારીઓ દુકાને દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે ચોરીનો પ્રયાસ અને નુકશાનીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here