ગુજરાત પરથી શાહીનનો ખતરો ટળ્યો, પાકિસ્તાન તરફ ફંટાશે

ગુજરાત પરથી શાહીનનો ખતરો ટળ્યો, પાકિસ્તાન તરફ ફંટાશે
ગુજરાત પરથી શાહીનનો ખતરો ટળ્યો, પાકિસ્તાન તરફ ફંટાશે

સાવચેતી ખાતર માછીમારોને દરિયામાં નહીં જવા તાકીદ: શાહીનની અસરથી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી: કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને જિલ્લા તંત્ર સાવઘ

અરબી સમુદ્રમાં અગામી 12 કલાકમાં ઊંડું ડિપ્રેશન સર્જાવવાની શક્યતા છે. જે નવા વાવાઝોડામાં તબદીલ થઇને ગુજરાતનાં દરિયા કાંઠેથી પસાર થવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સાથે સાથે હવામાન ખાતાએ એવી આગાહી પણ કરી છે કે શાહીન વાવઝોડાથી ગુજરાત પર કોઈ ખતરો ઉભો થવાની શક્યતા નથી. રાજ્યનાં સાગર કાંઠાને સ્પર્શ કરીને શાહીન ઝંઝાવાત પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે.

ગઈકાલે ગુલાબ વાવાઝોડું દરિયામાં શાહીન ઝંઝાવાતનો ખતરો ઉભો થયો છે પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, અરબી સમુદ્રમાં ઉભું થઇ રહેલું વાવાઝોડું આગામી 12 કે 24 કલાકમાં ગુજરાતનાં કાંઠે ત્રાટકવાને બદલે પાકિસ્તાનનાં

મકરાન દરિયા કાંઠા તરફ ફંટાઈ જવાની શક્યતા છે. જો કે શાહીનની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. પોરબંદર, જામનગર અને કચ્છમાં ધોધમાર વરસાદ થઇ શકે છે. અન્યત્ર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.

હવામાન ખાતાની યાદીમાં જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન દેવ ભૂમિ દ્વારકાથી 50 દરિયાઈ કિ.મી. દૂર છે. કચ્છનાં નલીયાથી 90 કિ.મી. દૂર છે. પણ એ પાકિસ્તાનનાં કાંઠા તરફ આગળ ધપી રહ્યું છે.

એટલે ગુજરાતનાં કાંઠા પરથી શાહીનનો ખતરો ટળી ગયો હોય તેવું હાલ દેખાય છે. તેની અસરથી દરિયા કાંઠાનાં જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છમાં આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Read About Weather here

માછીમારોને દરિયામાં ન જવા રાજ્ય સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે. નૈઋત્યનું ચોમાસું પણ હવે અંતભણી જણાયું હોવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here