આખરે જાગી સરકાર: આજથી ગુજરાતમાં ખાડા મરામત મહાઅભિયાન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજયભરમાંથી ફરિયાદોનો ધોધ છુટયા બાદ સરકાર ચોકીં ઉઠી, ઘડાડઘ આદેશો છોડાયા: શહેરની ફરિયાદો મનપા તંત્રને મોકલાઇ, રાજયભરમાં રસ્તા પરના ખાડા બુરવાનો આજથી જ યુધ્ધના ધોરણે શરૂ: એકલા વોટ્સએપ પર રાજય સરકારને રસ્તાના ખાડાઓ અંગેની 20

દેશમાં સમૃધ્ધ, વિકસતા જતા અને સક્ષમ તથા સ્માર્ટ રાજય તરીકે જેની ગણના થાય છે એવા ગુજરાતમાં તાજેતરનાં પ્રચંડ મેઘ તાંડવ બાદ મુખ્ય તમામ માર્ગો પર મસમોટા ઉંડા ખાડા પડી જવાની ઘટનાઓથી લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ચોમાસા દરમ્યાન આખા રાજયમાં નાના હોય કે મોટા શહેર, તાલુકા મથક હોય કે ગામડા તમામ સ્થળે રાષ્ટ્રીય અને રાજય ધોરી માર્ગો ઉપરાંત પંચાયતોનાં માર્ગ ઉપર ખાડા પડી જવાથી મોટા ભાગના રસ્તા એકદમ

બિસ્માર બનીને પાપડની જેમ તુટી જવાથી જનતામાં ભારે દેકારો બોલી ગયો અને ઉહાપોહ મચી ગયો હતો. પ્રીન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયામાં પણ ચાલુ વરસાદમાં રસ્તાની ખરાબ હાલતના દ્રશ્યોનું સતત આલેદન કરવામાં આવી રહયું હતું.

લોકો ભારે હાડમારીમાં મુકાઇ ગયા હતા. છેવટે રાજયના ખુણેખુણેથી હજારો ફરિયાદોનો ધોધ છુટતા રાજય સરકાર સફાળી જાગી ઉઠી છે.

આજથી રાજયભરમાં ખાડા મરામત મહાઅભિયાન યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાનો રાજય સરકારે તમામ મનપા અને જિલ્લા તંત્રને આદેશ છોડયો છે.

રસ્તા પર ખાડાને કારણે રાજયભરમાં ભારે વરસાદથી એક તરફ જળબંબાકાર સર્જાયો હતો અને બીજી તરફ ઉંડા ખાડાઓમાં પાણી ભરાઇ ગયા હોવાથી વાહન વ્યવહારને ગંભીર અસર થઇ હતી.

રસ્તાઓ પર પડેલા ગાબડા અને નવા બનેલા રસ્તાઓ વરસાદથી થપાટથી પાપડની ચુરેચુરા થઇ ગયા હોવાથી હજારો-લાખો લોકો અસહય હાડમારીમાં મુકાઇ જવા પામ્યા છે.

આ અંગે સ્થાનિક તંત્રને લોકોએ રજૂઆતો કરી છે પણ ચાલુ વરસાદમાં ખાડાઓમાં માટી અને રેતી પાથરી દેવા સીવાય બીજુ કોઇ કામ સ્થાનિક તંત્ર દ્વારા કરી શકાયું નથી.

પરિણામે ભારે વરસાદ થાય ત્યારે ખાડા પર પાથરે માટી કે મોહરમ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઇ જતા રસ્તાઓ પર ખાડા ફરી પ્રગટ થયા હતા અને લોકોની સમસ્યામાં ઘટાડો થવાને બદલે તેનો ગુણાકાર થતો રહયો હતો.

કોઇપણ વિસ્તારમાં સમસ્યાનો અંત લાવવાની સ્થાનિક મનપા કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગંભીર કોશીષ કરવામા: આવી ન હોવાથી છેવટે ગુજરાતની જનતાનો રોષનો જવાળા મુખી ફાટી પડયો છે.

વોટ્સએપ પર રાજય સરકારને ખરાબ અને ખાડાવાળા રસ્તા અંગેની 20 હજારથી વધુ ફરિયાદો મળી છે જેના કારણે રાજયસરકાર જાગી ઉઠી છે.

એકલા માર્ગ અને મકાન વિભાગને જ 10 હજાર જેટલી ફરીયાદો મળતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ચોકી ઉઠયા છે. ભાજપની નવીસરકારેલોકફરીયાદોનું સુનામી આવી ચડતા સ્થાનિક મનપા સહિતના વહીવટી તંત્રને ધડાધડ આદેશો છોડયા છે.

આજથી જ રાજય ભરમાં ખાડા મરામત અભિયાન શરૂ કરી દેવાનો રાજય સરકારે સાફ આદેશ આપી દીધો છે. યુધ્ધના ધોરણે કામ શરૂ કરી દેવા તમામ લાગતા વળગતા તંત્રને સુચનાઓ મોકલવામાં આવી છે.

શહેરી વિસ્તારની ફરિયાદો મનપાને મોકલવામાં આવી છે અને ગ્રામ્ય તથા તાલુકા વિસ્તારના લોકોની રસ્તા અંગેની ફરીયાદો તાલુકા તથા જિલ્લા પંચાયતોને મોકલી દેવામાં આવી છે.

રાજયમાં ભારે વરસાદથી સ્ટેટ હાઇ-વે અને પંચાયતોના રસ્તાની અવદશા તો થઇ જ ગઇ છે. પણ રાજયમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે ઉપર પણ ખાડા પડી જતા કેન્દ્ર સરકારે રાજય પાસેથી તાકિદે માહિતી મગાવી છે.

નેશનલ હાઇ-વે પર મરામત કામ અંગે રાજય સરકારે કેન્દ્રને જાણ કરી છે. આજથી શરૂ થયેલુ ખાડા મરામત મહાઅભિયાન કેટલુ સફળ થાય છે અને કેટલુ નકર કામ થાય છે એ જોવાનું રહે છે.

Read About Weather here

લોકો ખાડા યુકત રસ્તાની કાયમી સમસ્યાથી છુટકારો મળી જવાની આશા રાખીને બેઠા છે અને રસ્તા મરામત મહાઅભિયાનના પરીણામ પર નજર રાખીને બેઠા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here