ગુજરાતમાં પાંચ વર્ષમાં સાવજની વસ્તીમાં 29%નો વધારો

ગુજરાતમાં પાંચ વર્ષમાં સાવજની વસ્તીમાં 29%નો વધારો
ગુજરાતમાં પાંચ વર્ષમાં સાવજની વસ્તીમાં 29%નો વધારો

ગુજરાતની વન્ય-પ્રાણી સૃષ્ટિનું વૈવિધ્ય જાળવવા ભુપેન્દ્ર સરકારનું નવતર આયોજન
ભારતીય સંસ્કૃતિની ‘જીવો અને જીવવા દો’ સંસ્કાર વારસાથી વન્યો જીવોનું રક્ષણ: મુખ્યમંત્રી

ગુજરાતમાં વન, વન્ય અને દરિયાઇ સૃષ્ટિના સંરક્ષણ તથા સંવધ્ન માટે નવતર આયોજન સરકારે હાથ ધર્યા છે. એવું દર્શાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, ભારતીય સંસ્કૃતિની સહઅસ્થિત્વની ‘જીવો અને જીવવા દો’ના સંસ્કારોની ભાવના અને વારસા થકી વન્ય જીવનના રક્ષણ, જતન અને સંવધ્નને આપણે વધુ સૃદ્રઢ બનાવી રહયા છીએ.

આ સંદર્ભમાં રાજય સરકાર ગુજરાતની વન વિરાસત, વન્ય જીવની સૃષ્ટિ અને દરિયાઇ જીવની સંપત્તીની લાક્ષણીકતા ટકાવવાની નેમ ધરાવે છે.

પ્રતિ વર્ષ ગાંધી જયંતિના દિનથી એક સપ્તાહ સુધી વન વિભાગ દ્વારા ઉજવાતા વન્ય પ્રાણી સપ્તાહનું મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થઇ સમાપન કરાવ્યું હતું.

રાજયના વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા જામનગરથી અને રાજયના 583 સ્થળોએથી જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, વન પ્રેમીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, વન અધિકારીઓ અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સમારોહમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 23 અભિયારણીય, 4 રાષ્ટ્રીય ઉધ્યાન અને એશિયાઇ સિંહની અનોખી વિરાસત ગુજરાત ધરાવે છે. વન વિભાગે વન્ય જીવોની ટ્રેકીંગ સીસ્ટમ વધુ મજબુત કરવા આધુનિક ટેકનોલોજી અપનાવી છે.

જીપીએસ સાથેના વાહનો, ઘાયલ વન્ય પ્રાણીની સારવાર માટે રેસ્કયુ સેન્ટર અને એનિમલ કેર એમ્બયુલન્સ જેવી સુવિધાઓ સરકારે વિકસાવી છે.

મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે, દેશના ગૌરવ સમાન ગીરના સાવજોની વસ્તીમાં 2015ની તુલનાએ લગભગ 29% જેવો વધારો થયો છે. અત્યારે ગીરના સાવજોની વસ્તી છેલ્લી ગણતરી મુજબ 674 જેટલી થઇ ગઇ છે.

જંગલ વિસ્તારમાં ખુલ્લા કુવાઓને કારણે ઘણીવાર વન્ય પ્રાણીઓ અકાળે મોતને ભેટે છે એટલે ખુલ્લા કુવાઓની પારાપેટના બાંધકામના કામો માટે રાજય સરકારે પાંચ વર્ષમાં રૂ.16 કરોડમાં ખર્ચ કર્યો છે.

તેમણે ઉર્મેયુ હતું કે, વેરાવદરમાં કારીયાળ નેશનલ પાર્કમાં લેસર ફલોરીકન બ્રિડીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. ભયભીત શ્રેણીમાં એટલે કે નાબુદ થવાનો ભય હોય એવા પક્ષીઓનો વૈજ્ઞાનિક ડેટા મેળવવા ટેગીંગ સીસ્ટમ અમલમાં મુકાઇ છે.

એટલુ જ નહીં વન્ય પ્રાણીઓના પ્રશ્ર્નો કે પ્રજાજનોની જરૂરીયાત સમયે સહાય કરવા 24 કલાકની ઓટોમેટિક રિસપોન્સ સીસ્ટમ પણ કાર્યકરત કરી દેવાઇ છે.

એ માટે ફોન નં.8320002000 પર કોઇ પણ વ્યકિત એસએમએસ કે વોટ્સઅપ કરીને પોતાના વિસ્તારની નજીકના વન અધિકારી કે કર્મી પાસેથી વિગત અને મદદ મેળવી શકશે.

રાજયમાં સાપના રેસ્કયુ માટેના પગલાને જાહેર કરતા મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, સ્નેક રેસ્કયુ માટે વોલન્ટીયર અને એનજીઓને તાલીમ અપાઇ છે.

એ માટેની ગાઇડલાઇન અને રજીસ્ટેશનની પ્રક્રિયાને સંસ્થાગત રૂપ આપવામાં આવ્યું છે. દિપડા જેવા વન્ય પ્રાણીઓના રેસ્કયુ અને રીહેબીલીટેસનના બે મેગા સેન્ટર બનાવવાનું પણ આયોજન કરાયું છે.

નરસરોવળ પક્ષી અભિયારણીય અને થોળ વન્ય જીવન અભિયારણયમાં બે દાયકા દરમ્યાન પક્ષીઓમાં થયેલી વૃધ્ધીનું વિવરણ કરતા ખાસ પુસ્તકનું મુખ્યમંત્રીએ વિમોચન કર્યુ હતું.

Read About Weather here

આ કાર્યક્રમમાં વન પરીયાવરણના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકી, ફોરેસ્ટ ફોર્સના વડા ડો.દિનેશકુમાર શર્મા વગેરે વન અધિકારીઓએ હાજરી આપી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here