અસહય મોંઘવારીના ડામથી આમ આદમીની કમ્મર તુટી ગઇ: કોંગ્રેસ

અસહય મોંઘવારીના ડામથી આમ આદમીની કમ્મર તુટી ગઇ: કોંગ્રેસ
અસહય મોંઘવારીના ડામથી આમ આદમીની કમ્મર તુટી ગઇ: કોંગ્રેસ

એનએસયુઆઇ અને યુવા કોંગ્રેસના કાર્યકરો દ્વારા અસહય મોંઘવારીનો અનોખો વિરોધ

દેશમાં અને ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસના ભાવોમાં સતત વધારો કરીને દેશની 130 કરોડની જનતાને અસહય મોંઘવારીના ચક્કરમાં ફસાવી દેનાર ભાજપ સરકારના મોંઘવારી વર્ધક પગલાઓ સામે વિરોધ વ્યકત

Visit Saurashtra Kranti Homepage here

કરવા આજે રાજકોટમાં શહેર કોંગ્રેસ, એનએસયુઆઇ તથા યુવા કોંગ્રેસ દ્વારા આશ્ર્ચર્ય જનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. સાયકલ રીક્ષા પર એક્ટિવા મુકીને પ્રજાની પરેશાનીનો ખુબ જ સચોટ

અને વેધક રીતે ખ્યાલ આપવાનો તથા સરકારનું ધ્યાન દોરવાનો કોંગ્રેસ તથા યુવા અને વિદ્યાર્થી પાંખ દ્વારા લાક્ષણીક પ્રયાસ કરવામાં આવ્યો છે.જે સાયકલ રીક્ષા પર એક્ટિવા મુકવામાં આવ્યું હતું

તે પૈંડાની હવા પણ નીકળી ગઇ હતી અને આગળનું પૈડું વાંકુ પણ વડી ગયું હતું. આ રીતે રાજય અને દેશની જનતાની અવદશાનો સાંકેતીક રીતે સચોટ ઢબે ચીતાર રજૂ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં યુવા કોંગ્રેસના પ્રમુખ મુકુંદ ટાંક, શહેર એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, ભાવેશ ભાવયતા, અશાંક્ષ ગોસ્વામી, રવિ જીતીયા, દિપક કારેલીયા, જયદિપ બોરીચા,

હંસરાજસિંહ જાડેજા, શકિતસિંહ, દર્શન શિયાળ, દિગ્પાલ જાડેજા, ભવ્ય પટેલ, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, તમન ગોહેલ, માઘવ આહિર અને દેવેન્દ્રસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.

એનએસયુઆઇ પ્રમુખ સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોંઘવારી ઘટાડવાને બદલે અસહય ઉંચો કરબોજ લાદીને સામાન્ય અને મધ્યમ વર્ગની હાલાકીમાં ભાજપ સરકારે વધારો કરી દીધો છે.

Read About Weather here

પેટ્રોલ અને ડિઝલના ભાવ રૂ.100 થઇ ગયા હોવાથી મોંઘવારી બેકાબુ થઇ ગઇ છે અને આમ આદમીની કમર તુટી ગઇ છે. મોંઘવારી મુદ્ે એનએસયુઆઇ દ્વારા સરકાર પર આક્ષેપો કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here