ગુજરાતમાં ચાલતા સરકારી કર્મીઓના આંદોલન અંગે કેબીનેટમાં મંથન

ગુજરાતમાં ચાલતા સરકારી કર્મીઓના આંદોલન અંગે કેબીનેટમાં મંથન
ગુજરાતમાં ચાલતા સરકારી કર્મીઓના આંદોલન અંગે કેબીનેટમાં મંથન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક યોજાઇ: વિવિધ મુદ્ાઓની ચર્ચા, સમિતિ ન રચાય ત્યાં સુધી પોલીસ પરિવારજનો આંદોલન ચાલુ રાખશે

ગુજરાત પોલીસમાં આંદોલનનો ઉકળતો ચરૂ આજે પણ યથાવત રહયો છે. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરિવારજનો દ્વારા ધરણા અને ઉપવાસનું આંદોલન ચાલુ રહયું છે.

Visit Saurashtra Kranti Homepage here

નવા ગ્રેડ-પે અને અલગ-અલગ ભથ્થાની રકમમાં વધારો કરવાની સાથે પોલીસ કર્મચારીઓ અને પરિવારજનો અવિરત આંદોલન ચલાવી રહયા હોવાથી ગૃહ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં પોલીસ કર્મચારી અને અન્ય સરકારી કર્મચારીઓના આંદોલનો અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પાલનપુર અને કરજણમાં પોલીસ પરિવારોના ટેકામાં કોંગ્રેસના કાર્યકરો માર્ગ પર આવી ગયા હતા અને ચક્કાજામ કરી દેતા અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કરજણ પાસે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કરી વાહનો થંભાવી દીધા હતા.

પાલનપુરમાં પોલીસ પરિવારજનોએ ધરણા કર્યા હતા. ઇડરમાં પણ સુત્રોચ્ચારો સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસ પરિજનોએ થાળીઓ વગાડી અને પ્લેકાર્ડ દેખાડીને જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા.

સાબરકાંઠાનાં અનેક શહેરો, સુરત, વડોદરા, પાદરા, મહેસાણા અને બનારસકાંઠામાં પોલીસ પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઉગ્ર આંદોલન ચલાવી રહયા છે. બનારસકાંઠામાં વાહનના ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.

આજે ગુજરાત પોલીસના આંદોલનકારી પરિવારોનું પ્રતિનિધિ મંડળ ગ્રૃહરાજય મંત્રી હર્ષ સંઘવીને મળ્યું હતું અને ગ્રેડ-પે તથા ભથ્થામાં સુધારા સહિતની માંગણીઓ અંગે રજૂઆતો કરી હતી.

પોલીસ કર્મીઓની માંગણી અંગે અભ્યાસ કરવા અને નિર્ણય લેવા રાજય સરકારે સમિતીની રચના કરવા ખાત્રી આપી છે. પોલીસ પરિવારજનોએ એવું જાહેર કર્યુ છે કે, સમિતીની રચના ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરિજનોનું ઉપવાસ આંદોલન ચાલુ રહયું છે. દરમ્યાન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસના ટેકામાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Read About Weather here

આંદોલનના સ્થળે એક સહી બોર્ડ મુકવામાં આવ્યું છે. જયાં લોકો પાસેથી સમર્થન મેળવવામાં આવ્યું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here