ગુજરાતમાં આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.અત્યારે સવારના સમયગાળામાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો વળી રાતે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. આમ અત્યારે તો ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદની શક્યતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદ થાય તો ઘઉ, જીરું સહિતના પાકને નુકસાન થઈ શકે છે. તો ભારે પવનથી ઘઉં, પપૈયા અને અન્ય પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 24 કલાકમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં આવતીકાલથી 2થી 3 ડિગ્રી નીચું જશે તાપમાન, જેથી રાજ્યના લોકોને ફરી ઠંડી અનુભવાશે. જે બાદ આવતા અઠવાડિયાથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
Read About Weather here
અમદાવાદમાં આવતા અઠવાડીયે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. 16 ફેબ્રુઆરીએ ગરમીનો પારો 40 ડીગ્રીને પાર જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતા અઠવાડિયાથી રાજ્યના અન્ય જિલ્લામાં પણ ગરમીનું પ્રમાણ વધશે. ગઈકાલે રાજ્યનું દાહોદ 9.3 ડિગ્રી ઠંડી સાથે સૌથી ઠંડુંગાર શહેર બન્યું હતું. નર્મદામાં 9.5 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી, જ્યારે નલિયામાં 18 ડિગ્રી ઠંડી નોંધાતાં લોકોએ ભારે હળવાશ અનુભવી હતી. રાજ્યનાં ચાર પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં વડોદરામાં 15, સુરતમાં 16, રાજકોટમાં 13.7 અને ભુજમાં 16.7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here