ગાંધી જયંતીના સપરમા દિવસે ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝનું લોકાપર્ણ કરતા ભુપેન્દ્ર પટેલ

ગાંધી જયંતીના સપરમા દિવસે ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝનું લોકાપર્ણ કરતા ભુપેન્દ્ર પટેલ
ગાંધી જયંતીના સપરમા દિવસે ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝનું લોકાપર્ણ કરતા ભુપેન્દ્ર પટેલ

પોરબંદરમાં બાપુની જન્મભૂમિ કિર્તી મંદિરની મુલાકાત લેતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ ગાંધીબાપુને વંદન કર્યા, ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એજ બાપુને સાચી શ્રધ્ધાંજલી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતિ નિમિતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોરબંદરમાં ગાંધીજીની જન્મભૂમિ કિર્તી મંદિરની મુલાકાત લીધી હતી અને ગાંધી બાપુના જન્મ સ્થળે યોજાયેલી ખાસ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ પુજય બાપુને ભાવ સભર અંજલી આપી હતી અને કૃતજ્ઞતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતને નિરમળ અને સંપુર્ણ સ્વચ્છ રાખીએ એ જ બાપુને સાચી શ્રધ્ધાંજલી ગણાય.

તેમણે જણાવ્યું હતું કે, રાજયના તમામ શહેરમાં પાણી પુરવઠાના કામો થશે. ભુર્ગભ ગટર યોજનાના કામો થશે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં ગાંધીજીના મંત્રને સાકાર કરવામાં આવશે.

આ પ્રસંગે પોરબંદરની ભુમી પર રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હસ્તકનાં સમાજ સુરક્ષા ખાતા દ્વારા રૂ.4 કરોડ અને 26 લાખના ખર્ચે નિર્માણ પામેલા ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝનાં નવર્નીમીત મકાનનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું.

આ ચિલ્ડ્રન હોમમાં 50 બાળકોને આશ્રય આપવામાં આવશે. એ માટે રાજય સરકારે પાંચ હજાર ચોરસવાર જમીન ફાળવી હતી. આધુનિક સુવિધા સાથેના ચિલ્ડ્રન હોમમાં કોમ્પ્યુટર કલાસ,

બાળકોના મનોરંજન માટે ટીવી અને રમત-ગમતના સાધનો, લાયબ્રેરી, કિચન, ભોજન ખંડ, વોટર કુલર, સીસીટીવી કેમેરા, ફાયર સેફટીના સાધનો અને કાઉન્સેલીંગ રૂમની સવલતો આપવામાં આવી છે.

Read About Weather here

મુખ્યમંત્રીની સાથે રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, પ્રસિધ્ધ ભાગવત કથાકાર અને પોરબંદરના સાંદિપની ગુરૂકુળના સ્થાપક પૂ.રમેશભાઇ ઓઝા, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા તથા આગેવાનો અને અધિકારીઓ મુલાકાતમાં જોડાયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here