ખુરશી ગુમાવનાર મંત્રીઓ બંગલા મેળવવા કતારમાં

ખુરશી ગુમાવનાર મંત્રીઓ બંગલા મેળવવા કતારમાં
ખુરશી ગુમાવનાર મંત્રીઓ બંગલા મેળવવા કતારમાં

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હજુ ફાળવણી ન કરતા પૂર્વ મંત્રીઓ ઉંચા નીચા: ઘણા પૂર્વ મંત્રીઓએ તુરંત બંગલા ફાળવવા સરકાર પાસે લેખિત માંગણી કરી!

વિજય રૂપાણી સરકારનાં પૂર્વ મંત્રીઓ બંગલા મેળવવા માટે ઘાંઘા થયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પડતા મુકાયેલા રૂપાણી કેબીનેટનાં પૂર્વ મંત્રીઓને બંગલા ફાળવવાનો હજુ સુધી નિર્ણય નથી લીધો.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે પૂર્વ મંત્રીઓ ઉંચા નીચા થઇ ગયા છે. આમાંના ઘણા પૂર્વ મંત્રીઓએ બંગલો ફાળવવા માટે સરકાર સમક્ષ લેખિત વિનંતી કરી છે.

રૂપાણી સરકાર ધરમૂળથી બદલાવી નાખવામાં આવ્યા બાદ તમામ પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા તાકીદે ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો.

ચાવીરૂપ જાણકાર સુત્રોનાં જણાવ્યા મુજબ મોટાભાગનાં પૂર્વ મંત્રીઓ બંગલા માટે લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ,

ગણપત વસાવા, કુંવરજી બાવળીયા, જયેશ રાદડીયા, જવાહર ચાવડા અને પ્રદિપસિંહ જાડેજાએ સરકારમાં લેખિતમાં રજૂઆત કરી છે અને બંગલા માંગ્યા છે.

અન્ય પૂર્વ મંત્રીઓ પુરૂષોતમ સોલંકી, રમણ પાટકર, વિભાવરીબેન દવે, વાસણ આહિર, ઈશ્વરસિંહ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ માંગણી કરી છે.

જાણકાર સુત્રો કહે છે કે, નિયમ એ છે કે કેબીનેટમાં ફેરફારો થયા બાદ પૂર્વ મંત્રીઓ એમના બાળકોનાં શૈક્ષણિક સત્રનાં અંત સુધી મામુલી ભાડા પર કે એ પ્રકારનાં સરકારી બંગલાની માંગણી કરી શકે છે

પણ મંજૂરી આપવી કે નહીં એ સરકારે નક્કી કરવાનું રહે છે. અત્યારે આ પ્રકારનાં બહુ ઓછા બંગલા ઉપલબ્ધ છે. જો તમામ પૂર્વ મંત્રીઓને કે એ ટાઈપ બંગલા આપી દેવાઈ તો વર્તમાન રાજ્ય કક્ષાનાં મંત્રીઓને જી.એ ટાઈપ બંગલા આપવા

પડે એ હકીકતે જુનિયર આઈએએસ અધિકારીઓ માટે બાંધવામાં આવેલા છે. પૂર્વ મંત્રીઓની માંગણી પર ટૂંક સમયમાં મુખ્યમંત્રી પટેલ અનેરોડ અને બિલ્ડીંગ મંત્રી પુર્ણેશ મોદી નિર્ણય લેશે.

Read About Weather here

ટૂંક સમયમાં નવા બોર્ડ નિગમોમાં નિમણુંકો થવાની હોવાથી એ તમામ ચેરમેન પણ બંગલાની માંગણી કરશે. હજુ સુધી ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને પણ બંગલા મળ્યા નથી.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here