ખીણમાં બસ ખાબકતા : 13 લોકોનાં મોત..!

ખીણમાં બસ ખાબકતા : 13 લોકોનાં મોત..!
ખીણમાં બસ ખાબકતા : 13 લોકોનાં મોત..!
આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક અન્ય લોકો ઘાયલ થયા છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. દેહરાદૂન નજીક વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી છે.  

Visit Saurashtra Kranti Homepage here

કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. રિપોર્ટ અનુસાર બસમાં સવાર તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ 13 લોકોના મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને ધ્યાનમાં લેતા હજી મૃત્યુઆંકમાં વધારો થઇ શકે છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા ઘાયલોને સારવાર માટે ચકરાતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સિવાય આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખીણમાંથી લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

તમામ મૃતકો એક જ ગામના રહેવાસી હતા. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ પણ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે.

અકસ્માતન બાબતે નજીકના ગામમાં સમાચાર મળતા જ ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી રહ્યો છે. તેમનં મુશ્કેલીઓ પણ પડી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેહરાદૂનના ચકરાતામાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાન ધામીએ જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવવા અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા માટે જણાવ્યું છે.

પોલીસે જણાવ્યુ હતું કે બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત પાછળનું કારણ હોઇ શકે છે. મીની બસ હતી જેમાં 25 લોકો સવાર હતા. કહેવામા આવી રહ્યું છે કે જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં 25 જેટલા લોકો સવાર થઈ રહ્યા હતા. હાલમાં નજીકના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.

થોડા દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના ડોડામાંબ પણ મોટી દુર્ઘટના થઈ હતી. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં પડી ગઈ હતી. એક મિની બસ થાથરીથી ડોડા જઈ રહી હતી

Read About Weather here

આ અકસ્માતમાંમાં 8 લોકોનાં મૃત્યુ થયાં હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.ત્યારે સુઈ ગ્વારીમાં ડ્રાઈવરે બસ પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને મિની બસ ચેનાબ નદીના કિનારે ઊંડી ખીણમાં ખાબકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here