ખાસ બ્રાન્ચમાં પાંચ કર્મીઓને બેસી રહેવાની સજા?

ખાસ બ્રાન્ચમાં પાંચ કર્મીઓને બેસી રહેવાની સજા?
ખાસ બ્રાન્ચમાં પાંચ કર્મીઓને બેસી રહેવાની સજા?
‘ખાસ બ્રાન્ચ’માં જડમૂળમાંથી થયેલા ફેરફારો બાદ નવનિયુકત સાહેબને ભાવતા બત્રીસ જાતના ભોજનીયા પીરસવા માટે ટકોરાબંધ પાંચ લોકોની પસંદગી કરાતા પાંચેય કર્મીઓ રાજીના રેડ થઇ ગયા હતા!તાજેતરમાં મહત્વની ખાસ બ્રાંચમાં નવનિયકત સાહેબએ જવાબદારી સંભાળી લીધાના થોડાક દિવસોમાં ચારણીમાંથી ઘઉં અને કાંકરા જૂદા પાડે તકોરા બંધ પાંચ કર્મીઓની પસંદગી કરાતા પાંચેય કર્મીઓ એ.સી. ચેમ્બર્સમાં સાહેબની ખુરશીની સામે અડબવાળીને સાહેબ ઓફિસમાં આવે ત્યારે ઉભા થઇને ‘નમસ્કાર સર’ કરી સલામ કરી જયાં સુધી સાહેબ ઓફિસમાં બેસી રહે ત્યાં સુધી બેસી રહેવું પડે!

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં સાહેબ ફરજના ભાગ રૂપે બહાર જાય તો ટકોરા બંધ પાંચેય કર્મીઓને ઓફિસમાં બેસી રહેવું પડતું! કર્મીઓને એવું મનમાં રટણ થયા કરતું હોય તેમ સાહેબ એ ચાર્જ સંભાળ્યાના થોડા દિવસો થયા છે એટલે થોડા દિવસોમાં પસંદગીની કામગીરી સોપશે. સમય ધીમે-ધીમે પસાર થતો જાય છે. પણ સાહેબ કોઇ કામગીરી નહીં સોપતા પાંચેય કર્મીઓના મનમાં એવો વિચાર શરૂ થઇ ગયો હોય કે ફરજ ના સમય સુધી ઓફિસમાં બેસી રહેવાનો મતલબ શું?

Read About Weather here

લાંબો વિચાર કર્યા પછી પણ નવનિયુકત સાહેબના મનને જાણવા પાંચેય કર્મીઓએ પોતાના મોટા મગજને ખૂબ ઠંઠોચ્યા છતાં કોઇ રસ્તો ન નિકળતા ઢીલઢફ થઇને ઓફિસમાં સાહેબ આવે ત્યારે ઉભા થઇને સલામ મારી આખો, દિવસ ઓફિસમાં બેસી રહેવાનો મતલબ શું? પાંચેય કર્મીઓના મોટુ મગજ ધીમે-ધીમે સક્રીય થતા વિચાર આવ્યો હોય તેમ અનુમાન લગાડતા સાહેબ એ ઓફિસમાં બેસી રહેવાની સજા તો નથી આપીને? વિચાર શરૂ થતા ઉનાળામાં ધગધગતા તાપમાં બહાર નિકળતા પરસેવાથી રેબઝેબ થઇ જવાય તેમ પાંચેય કર્મીઓને એ.સી. ચેમ્બરમાં પરસેવો છૂંટી ગયો છે!પાંચે કર્મીઓના પરીક્ષા લેવાઇ રહી હોય તેમ સાહેબ પણ વિચારી રહયા હોય કે ભાવતા બત્રીસ જાતના ભોજનીયા કોણ પીરસી શકશે? ચર્ચાએ જોર પકડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here