સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો કડાકો

શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજારમાં ધડાકો 1000 પોઈન્ટથી વધુનો કડાકો
લાંબી રજાઓ બાદ આજે સવારે શરૂ થતા વેત જ શેરબજાર ધરાશાયી થઇ ગયું હતું. સેન્સેક્સમાં એક હજારથી વધુ પોઈન્ટનો જબરો કડાકો બોલી ગયો હતો અને નિફ્ટીમાં 266 પોઈન્ટનું ગાબડું પડતા રોકાણકારોનાં લગભગ રૂ.4 લાખ કરોડનું આજે એક દિવસમાં ધોવાણ થઇ ગયું હતું. તેમ મુંબઈ શેરબજારનાં સુત્રોએ જણાવ્યું હતું. વિશ્ર્વ બજારોમાંથી મળતા નબળા સંકેતો અને કંપનીઓનાં ત્રિમાસિક આવકમાં ઘટનાં પરિણામોને કારણે આજે શેરબજારમાં રક્તપાત સર્જાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સવારે બજાર ખુલતા વેત 60 મિનિટનાં કારોબારમાં જ બજાર ભાંગીને ભુક્કો થઇ ગયું હતું. સેન્સેક્સ 1400 પોઈન્ટ ઘટીને 57305 નાં આંક પર આવી ગયો હતો. જયારે નિફ્ટીમાં 266 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને 17209 પર કારોબાર કરી રહ્યો હતો. કુલ 3.83 લાખ કરોડની મૂડીનું ધોવાણ થયાનો અંદાજ બંધાયો છે. આ લખાય છે ત્યારે હજુ તમામ સેક્ટરનાં શેર રેડઝોનમાં કામકાજ કરી રહ્યા છે. તમામ હેવીવેટ શેર પટકાઈ પડ્યા છે.

ખાસ કરીને ઈન્ફોસીસ અને એચડીએફસી બેંકનાં ત્રિમાસિક પરિણામોએ બજારમાં ઘેરી નિરાશા સર્જી હતી. એનટીપીસી, ટાટા સ્ટીલ, મહિન્દ્રા, પાવરગ્રેડ, સનફ્લેગ, એચડીએફસી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ વેગેરેનાં શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. વિપ્રો પણ 2.2 ટકા ડાઉન થયો હતો. સૌથી વધુ ઈન્ફોસીસ 5.7 ટકા, ટેક મહિન્દ્રા 4 ટકા અને એચસીએલ ટેક 2.3 ટકા ડાઉન થયો હતો.

Read About Weather here

શેરબજારમાં આજના ગાબડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારનું વિપરીત વલણ અને વૈશ્ર્વિક બજારોમાં કડાકાને આભારી છે. શેરબજારની સાથે-સાથે માર્કેટનાં મિડકેપ અને લાર્જકેપ ઇન્ડેક્ષમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાની વોલસ્ટ્રીટ બજારમાં પણ કડાકો બોલ્યો હતો. અમેરિકાની કડક નાણાંનીતિની સંભાવનાથી અમેરિકી બજારમાં કડાકો બોલ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here