મનોવિજ્ઞાન ભવનમાં ડિપ્લોમા કોર્સ કરતી ભટ્ટ કર્તવી એ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં 450 યુવાન, 360 પ્રૌઢ અને 270 વૃદ્ધ લોકો પાસેથી માહિતી એકઠી કરીને રસપ્રદ તારણો આપ્યા છે.જ્યારે જ્યારે માણસ એવી પરિસ્થિતિમાં આવી જાય કે જેમાંથી નીકળવા માટે કોઈ રસ્તો સુજે નહિ ત્યારે તે અનહદ સ્ટ્રેસ અનુભવે છે. કોરોના થયેલા યુવાનો, પ્રૌઢ અને વૃદ્ધ લોકોમાં સ્ટ્રેસના લક્ષણો માપવા કે જાણવા માટેના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી.
Visit Saurashtra Kranti Homepage here
કટોકટી ભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુદરતે એવી ઝીણવટભરી ગોઠવણ કરી છે કે શરીરને ઓછામાં ઓછું નુકશાન પહોંચે અને કટોકટી પાર ઉતરી જાય પણ કોરોનાની અસરોથી હજુ લોકો પાર ઉતરી શક્યા નથી. આપણા શરીરના સ્નાયુઓ સંકોચાવા લાગે છે જેથી ઝડપભેર હલનચલન થઇ શકે અને કંઈક વાગે તો એનાથી બહુ ઊંડી ઇજા ન થાય. આપણો શ્ર્વાસોશ્ર્વાસનો દર વધી જાય છે જે શરીરને કટોકટીના સમયે જરૂરી વધુ ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે.
શરીરની અંદર પચાયની પ્રક્રિયા ઝડપી થઇ જાય છે જેથી વધુ શક્તિ શરીરના કોષોને મળી રહે. આપણા હૃદયના ધબકારા અને દરેક ધબકારે થતું લોહીનું પમ્પીંગ વધી જાય છે જેથી દરેક કોષોને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચે. આપણું પાચનતંત્ર કામ ઘટાડી નાખે છે, જેથી વધુ લોહી સ્નાયુઓમાં પહોંચી શકે જેનાથી લડવાનું કે ભાગવાનું સારી રીતે થઇ શકે. જલ્દી વારંવાર પેશાબ કે ઝાડે જવાની હાજત થાય, જેથી જો પેટમાં કઈંક વાગે તો ચેપ (ઇન્ફેકશન ) થવાની શક્યતાઓ ઘટી જાય.
Read About Weather here
ચામડીને મળતો લોહીનો પ્રવાહ ઘટી જાય, હાથ-પગની ચામડી ફિક્કી અને ઠંડી થઇ જાય, જેથી કઈંક વાગે તો લોહી ઓછું નીકળે. લોહી ગંઠાવાની પ્રક્રિયા એકદમ ઝડપી થઇ જાય, જેથી લોહી નીકળે તો તરત બંધ થઇ જાય. આંખોની કિકી પહોળી થઇ જાય જેથી અંધારામાં પણ સ્પષ્ટ દેખાય અને શ્રવણશક્તિ સતેજ થઇ જાય. આમ, કટોકટીભરી સ્થિતિને પહોંચી વળવા માટે કુદરતે એવી ઝીણવટભરી ગોઠવણ કરી છે કે શરીરને ઓછામાં ઓછું નુકશાન પહોંચે અને કટોકટી પાર ઉતરી જાય પણ કોરોના ની સ્થિતિએ આ કુદરતી ઘટનાક્રમને તોડી નાખી. આજે સતત માનસિક તાણ હેઠળ જીવતા લોકો માનસિક કારણોસર કાલ્પનિક લડાઈ લડતા હોય છે.(11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here