કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર તરફથી સફળ તાલીમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત રાજયમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર ચાલતા કેરીયર પ કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.) ના માર્ગદર્શન અને સચોટ તાલીમ તથા છાત્રોની પરિણામલક્ષી મહેનતનાં કારણે રાજય અને કેન્દ્ર સરકારી નોકરીઓમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં અનેક છાત્રોને સફળતાઓ મેળવી સ્વપ્ન સાકાર થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

થોડા મહિનાઓ પહેલા રાજ્ય સરકારની માહિતી નિયામકની કચેરી જુદી-જુદી વર્ગ-3 ની જગ્યાઓ માટે ગુજરાત રાજ્યમાં એક માત્ર સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ પ્રીલિમીનરી તથા મેઈન્સ (અંગ્રેજી અને ગુજરાતી આલેખન) ની તાલીમ આપવામાં આવી હતી. આ પરીક્ષામાં પ્રીલિમીનરીની તાલીમમાં સીસીડીસીના તજજ્ઞો અમદાવાદના પ્રફુલ્લભાઈ ગઢવી, સમીરભાઈ પટેલ, ધવલભાઈ મારુ, પત્રકારત્વ ભવનના નીતાબેન ઉદાણી અને ટીમ, માહિતી નિયામક કચેરીના કેતનભાઈ દવે, સોનલબેન વગેરે મારફત સચોટ માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવેલ હતું.

Read About Weather here

પ્રીલિમીનરી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર વર્ગ-3 ના 34 જેટલા છાત્રોને મેઈન્સ પરીક્ષાના અંગ્રેજી અને ગુજરાતી વિષયોના આલેખનની તાલીમ સીસીડીસી તજજ્ઞો અમીનભાઈ ધારાણી, પ્રજ્ઞાબેન ધામેચા મારફત નિ:શુલ્ક આપવામાં આવેલી હતી. તાલીમાર્થી મિડિયા કર્મીઓની સખત મહેનત તથા તજજ્ઞોના સચોટ માર્ગદર્શનના સમન્વયથી સીસીડીસીના ‘સાત’ તાલીમાર્થીઓ સંદિપ કાનાણી (પ્રાદેશિક માહિતી કચેરી, સિનિયર સબ એડિટર, રાજકોટ) જલકૃતિ મહેતા (માહિતી મદદનીશ, જિલ્લા માહિતી કચેરી, જામનગર) અરૂણાબેન દાવડા (સુરેન્દ્રગર) તેજસ રૂપાણી (મોરબી) કૌશીક શીશાંગીયા (ભાવનગર) માર્ગીબેન મહેતા (રાજકોટ) દાસા કોડીયાતર (ગીર સોમનાથ-વેરાવળ) ઉતિર્ણ થઈને નિમણૂંક પાઠયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here