હાઉસ બિલ્ડીંગ એડવાંસ હોમ લોન જ હોય છે, જે સુવિધા કેન્દ્રીય કર્મચારીઓને એડવાંસ તરીકે આપવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સરકારે આ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારી કર્મચારીઓને ઘર બનાવવા માટે મળતી બિલ્ડીંગ એડવાંસના વ્યાજ દર પહેલા કરતા ઘટાડી દીધા છે પહેલા તેના વ્યાજદર ૭.૯ ટકા હતા, જેને હવે ઘટાડીને ૭.૧ ટકા કરી દેવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં વધારો કર્યા બાદ આ મોટી જાહેરાત છે. બિલ્ડીંગ એડવાંસ રેટ પર આપવામાં આવતી છૂટની નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે. તેમાં કેન્દ્રીય કર્મચારીઓને હવે હોમ લોનના ઈએમઆઈ અથવા હપ્તા પહેલા કરતા ઓછા આપવામાં આવશે.આ બિલ્ડીંગ અલાઉંસને હાઉસ બિલ્ડીંગ એડવાંસ માનવામાં આવે છે, જે કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે.
કેન્દ્રીય કર્મચારીઓને પહેલા એચબીએ નહોતું મળતું, પણ ૧ ઓક્ટોબર ૨૦૨૦થી આ સ્પેશિયલ સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. એચબીએ અંતર્ગત કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને ઘર બનાવવા માટે સસ્તા દરે એડવાંસ આપે છે. જેને એચબીએ કહેવાય છે. કર્મચારીઓ માટે મોટી રાહત એ છે કે, સરકારે તેના શરૂઆતી વ્યાજદર ૭.૯ ટકાથી ઘટાડીને હવે ૭.૧ ટકા કરી દીધું છે.
Read About Weather here
કયા કર્મચારીઓને મળશે લાભઃ કેન્દ્ર સરકાર તરફથી એચબીએનો લાભ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના કર્મચારીઓને આપવામાં આવશે. જો કે, અસ્થાયી કેન્દ્રીય કર્મચારીઓ માટે ૫ વર્ષની શરત રાખવામાં આવી છે, એટલે કે જે અસ્થાયી કર્મચારીઓએ ૫ વર્ષ સતત નોકરી કરી છે. તેમને સરકાર તરફથી સસ્તામાં ઘર બનાવવા માટે એચબીએનો લાભ આપવામા આવે છે ફંડનો ઉપયોગ હોમ લોન લેવા માટે ડાઉન પેમેન્ટ તરીકે કરી શકાય છે. એટલા માટે ફંડનું નામ હાઉસ બિલ્ડીંગ એડવાંસ આપવામાં આવ્યું છે.. માની લો કે કોઈ સરકારી કર્મચારી પોતાની જમીન પર ઘર બનાવા માગે છે, તો તે સરકાર પાસેથી એચબીએ અંતર્ગત ફંડ મેળવી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here