કલાયમેટ ચેન્જ દુનિયામાં નવા-નવા અણધાર્યા ઘટનાક્રમ સર્જી રહ્યું હોય તેમ અમેરીકામાં એકાએક ભારે તોફાન-વંટોળીયા વચ્ચે કરાનો વરસાદ ખાબકયો હતો.બે લોકોના મોત થયા હતા હજારો ફલાઈટ રદ થઈ હતી.લાખો લોકો પ્રભાવીત થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
.તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અમેરીકી હવામાન વિભાગે ગ્રેટર ડી.સી.ક્ષેત્ર માટે બવંડર (વંટોળ) શિડયુલ જાહેર કર્યું હતું. રાત્રે 9 વાગ્યા સુધી હવામાનનું આ તોફાન જારી રહેવાની ચેતવણી આપી હતી. વિનાશક તોફાનનો ખતરો છે.ભારે કરા વર્ષા તથા વંટોળીયો ફુંકાવાની સંભાવના છે. તોફાની હવામાન તથા વંટોળીયાની ટેનેસીથી માંડીને ન્યુયોર્ક સુધીનાં 80 રાજયો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સોમવારે બપોરે વંટોળીયો ફુંકાતા બે કરોડ લોકો પ્રભાવીત થયા હતા. જોકે આગોતરી ચેતવણી અપાઈ હોવાથી મોટી નુકશાની અટકી હતી. આમ છતાં અલબામાં બે યુવકોનાં મોત નીપજયા હતા. સતાવાર સુત્રોએ કહ્યું કે સોમવાર રાત સુધીમાં 2600 ફલાઈટ રદ કરાઈ હતી. 7900 ફલાઈટનાં શેડયુલ વેરવિખેર થયા હતા. તોફાન પૂર્વીય તટ તરફ આવતુ હોવાથી આસપાસનાં વિમાનોનાં માર્ગ બદલી નાખવામાં આવ્યા હતા. અમેરીકી પ્રમૂખ જો બાઈડેનનો ચાર દિવસનો પ્રવાસ નિર્ધારીત હતો.
Read About Weather here
તેઓને પણ નિર્ધારીત સમય કરતાં દોઢ કલાક મોડુ નીકળવા કહેવાયું હતું.એક કાર્યક્રમ પણ રદ કરી દેવાયો હતો. નેશનલ વેધર સર્વીસે રીપોર્ટમાં કહ્યું કે મધ્ય એટલાંટીકામાં સૌથી ભયાનક હવામાન ઘટનાઓમાંથી એક છે.લોકોને સુરક્ષીત સ્થાનોએ રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. અલબત, જયોર્જીયા, દક્ષિણ કૈરોલીના, ઉતરી કૈરોલીના, મેરીલૈંડ, ડેલાવેપર, ન્યુજર્સી, પેન્સીલીનિયા, ટેનેસી વેસ્ટ વર્જીનીયા, તથા વર્જીનીયામાં 10 લાખથી વધુ લોકોના ઘરોમાં વિજળી ઠપ્પ હતી. ઠેકઠેકાણે વિજલાઈન તથા વૃક્ષો ધરાશાયી થયા હતા
.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here