કચ્છના ચાર બરફના કારખાનામાંથી રૂા. 3.42 કરોડની પાવર ચોરી પકડાઈ

કચ્છના ચાર બરફના કારખાનામાંથી રૂા. 3.42 કરોડની પાવર ચોરી પકડાઈ
કચ્છના ચાર બરફના કારખાનામાંથી રૂા. 3.42 કરોડની પાવર ચોરી પકડાઈ
કચ્છમાં અંતરિયાળ વિસ્તારોમાં ધમધમતા કારખાનાઓમાં વધતા જતા પાવર ચોરીના દૂષણને ડામવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ટીમ કચ્છના નખત્રાણા સબ ડિવીઝન તાબાના નલીયા અને જખૌમાં આવેલી ચાર બરફની ફેક્ટરી ઉપર રાત્રિ દરમિયાન ત્રાટકી હતી. તપાસ દરમિયાન ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરમાંથી પાવર ચોરી કરવામાં આવતી હોવાનું ખુલતા રૂા. ૩.૪૨ કરોડનાં બિલ ફટકારવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રવિવારે રાજકોટ કોર્પોરેટ ઓફિસને બાતમી મળતા રાજકોટના વિજીલન્સ ઓફિસર બી.એમ. શાહ સહિત વાંકાનેર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, બોટાદના અધિકારીઓની ૯ ટીમ એસઆરપીના બંદોબસ્ત સાથે રાત્રીના ૨.૩૦ વાગ્યાથી આસપાસ ત્રાટકી હતી. નલીયામાં મોમાઇ આઇસ ફેકટરી, આશાપુરા આઇસ ફેકટરી અને જયપાલસિંહ હકુમતસિંહ જાડેજાની ફેકટરીમાં તપાસ કરતા ત્રણેય ફેકટરીમાં ટી.સી.માંથી ડાયરેક્ટ કેબલ નાંખી મીટર બાયપાસ કરી વીજ ચોરી કરવામાં આવતી હતી. આ પ્રકારની વિગતો સાથે પીજીવીસીએલની તપાસ ટીમના સુત્રોએ જણાવ્યું હતું કે, મોમાઇ આઇસ ફેકટરીનાં દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહને રૂા. ૭૦ લાખ, આશાપુરા આઇસ ફેકટરીનાં યુવરાજસિંહ વી. રાણાને રૂા. ૭૦ લાખ અને જયપાલસિંહ હુકમતસિંહ જાડેજાને રૂા. ૧.૦૨ કરોડના બીલ ફટકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત જખૌમાં ઉથર અલીમહમદ જુમાની આઇસ ફેકટરીને રૂા. ૧ કરોડનું બીલ ફટકારવામાં આવ્યું છે. ચારેય બરફની ફેકટરી ખાતે દરોડા પાડયા બાદ વીજ ટીમોને રાજકીય દબાણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ ટીમોએ મક્કમ રહી કાર્યવાહી હાથ ધરી હતી. 

Read National News : Click Here

આજે પણ અંજાર – મેઘપરમાં ૨૮ ટીમોએ દરોડા પાડી ૩૧૨ કનેકશન ચેક કર્યા હતા. બીલ ફટકાર્યા છે. જ્યારે ઉના – ધોકળવામાં ૩૧ ટીમોએ ૨૩૨ સ્થળોએ ચેકિંગ કરતા ૮૧ જગ્યાએ ગેરરીતિ મળતા ૧૮.૪૧ લાખના બીલ આપવામાં આવ્યા  છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોટડાસાંગાણી, ગોંડલ પંથકમાં ૩૨ ટીમોએ ૫૪૭ કનેકશનમાંથી ૭૮માં વીજ ચોરી ઝડપી આસામીઓને ૧૪.૯૯ લાખના બીલ ફટકારી સૌરાષ્ટ્ર – કચ્છમાં એક દિવસમાં ૫૭.૦૮ લાખની પાવર ચોરી ઝડપી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here