નવેમ્બર મહિનો શરૂ થતાં જ હવે હવાઇ સેવામાં વિન્ટર શિડ્યૂલ લાગુ થઈ ગયું છે. રાજકોટ એરપોર્ટ પર સવારના 8.00થી રાત્રિના 8.00 સુધી 12.00 કલાકમાં 11 ફ્લાઈટ ટેક ઓફ અને લેન્ડ થાય છે. જેમાં 5 ફ્લાઇટ મુંબઈ, 4 દિલ્હીની ફ્લાઈટ છે. એ સિવાય મુંબઈ અને ગોવા જવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. હાલમાં ડિસેમ્બર-જાન્યુઆરીના બુકિંગ શરૂ થઇ ગયા છે. જે વિન્ટર શિડ્યૂલ જાહેર કરાયું છે. જેમાં રાજકોટથી મુંબઈ જતી બે ફ્લાઇટ સપ્તાહમાં 7 દિવસ ઊડે છે. જ્યારે અન્ય 3 ફ્લાઈટનું ઉડ્ડયન ડેઈલી હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટ એરપોર્ટ પર સૌથી પહેલી ફ્લાઈટ દિલ્હીની આવે છે. જે સવારે 8.00 કલાકે આવે છે અને 8.25 કલાકે ટેક ઓફ થાય છે. છેલ્લી ફ્લાઈટ પણ રાજકોટ દિલ્હીની જ છે. જે સાંજે 7.30 કલાકે લેન્ડ થશે અને 7.55 કલાકે ટેક ઓફ થશે.હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ ફ્લાઈટની ફ્રીક્વન્સી તેમજ અલગ- અલગ દેશની, રાજ્યની ફ્લાઇટની સંખ્યા વધી જતા ઉદ્યોગ- વેપારમાં સરળતા રહેશે અને વિદેશી મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here