તેણે યોર્કર ફેંકવા માટે ઘણી પ્રેક્ટિસ કરી. જો કે, આ બંને યુવા ખેલાડીઓને ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાનની હાજરીમાં ટીમમાં પોતાનો વારો આવે તેની રાહ જોવી પડી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની ટી-૨૦ મેચોની સિરીઝનો આવતીકાલ ૯ જુનથી શરૂ થવા જઈ રહી છે. કેએલ રાહુલની કપ્તાનીમાં રમાનારી આ શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દેખરેખ હેઠળ તમામ ખેલાડીઓ તેમની પ્રેકિટસ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સેશનમાં ફાસ્ટ બોલર અને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર ઉમરાન મલિકે લાંબો સ્પેલ કર્યો હતો.ઉમરાનની જેમ અર્શદીપ સિંહે પણ સખત પ્રેકિટસ કરી હતી.બીજી તરફ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યા પ્રથમ દિવસના સત્ર દરમિયાન જોવા મળ્યા ન હતા જ્યારે ભુવનેશ્વર કુમાર અને અવેશ ખાને થોડી જ પ્રેક્ટિસ કરી હતી.ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે સંકેત આપ્યો છે કે ઝડપી બોલર ઉમરાન મલિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે રાહ જોવી પડશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુરુવારથી શરૂ થઈ રહેલી પ્રથમ ટી-૨૦ મેચથી બોલતા દ્રવિડે કહ્યું કે તે જોવાની જરૂર છે કે અમે તેને (મલિક)ને રમવા માટે કેટલો સમય આપી શકીશું. દ્રવિડે કહ્યું કે અમારી પાસે મોટી ટીમ છે અને ઇલેવનમાં દરેકને હોય તે શકય નથી.
Read About Weather here
મને સાતત્ય ગમે છે અને ખેલાડીને સેટલ થવા માટે સમય આપું છું. કોચે ઉમરાન વિશે કહ્યું કે તેની પાસે ચોક્કસપણે ગતિ છે અને તેને આઈપીએલમાં મિશ્રણ સાથે બોલિંગ કરતો જોઈને આનંદ થયો. હું તેને ટેસ્ટ ક્રિકેટમાં રમતા જોવા માંગુ છું. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ- કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર, રવિન્દ્ર પટેલ, રવિ કુમાર, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિઝિયો કમલેશ જૈન ભારતીય સિનિયર ટીમના સપોર્ટ સ્ટાફ તરીકે જોડાયા છે. નિતિન પટેલની જગ્યાએ કમલેશ જૈન ટીમ ઈન્ડિયાના ફિઝિયો તરીકે નિયુક્ત થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here