ઉનાળો જામે તે પહેલા રાજકોટમાં પાણી કાપની મૌસમ શરૂ

ઉનાળો જામે તે પહેલા રાજકોટમાં પાણી કાપની મૌસમ શરૂ
ઉનાળો જામે તે પહેલા રાજકોટમાં પાણી કાપની મૌસમ શરૂ

શુક્રવારે વોર્ડ નં. 2, 3, 7 અને 14 નાં અમૂક વિસ્તારોમાં પાણીકાપ: મનપા વોટર વર્કસ શાખાની યાદીમાં જાહેરાત

રાજકોટ શહેરમાં હજુ તો ઉનાળો શરૂ થઇ રહ્યો છે. ત્યાં તો શહેરીજનોનાં માથા પર પાણીની સમસ્યાનાં હથોડા ઝીંકાવા લાગ્યા છે. ઉનાળાની મૌસમની સાથે જ પાણી કાપની મૌસમ પણ શરૂ થઇ ગઈ છે.

રાજકોટમાં તા.4 માર્ચને શુક્રવારનાં રોજ જયુબેલી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં કેનાલ સાઈડનાં વિસ્તાર, જંકશન તથા જિલ્લા ગાર્ડનનાં કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. તેવું મનપા વોટર વર્કસ શાખાની યાદીમાં જાહેર કરવામાં આવ્યુ છે.

Read Saurashtra Kranti E-Paper here

મનપાની યાદી અનુસાર મનપા વોટર વર્કસ- સેન્ટ્રલ ઝોન અંતર્ગત જયુબેલી પમ્પીંગ સ્ટેશન પર જૂની પેનલ કાઢીને નવી એમસીસી તેમજ એપીએફસી પેનલ ફીટીંગ કરવાની હોવાથી વોર્ડ નં.2 પાર્ટ, ત્રણ પાર્ટ, વોર્ડ નં. 7 પાર્ટ (કેનાલ અને જંકશન સાઈડનાં વિસ્તારો તથા જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળનાં) વોર્ડ નં. 7 પાર્ટ તથા વોર્ડ નં. 14 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે.

Read About Weather here

યાદી અનુસાર કેનાલ રોડ તરફ વોર્ડ નં. 7 નાં રઘુવીરપરા , સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ તથા અન્ય વિસ્તાર તેમજ વોર્ડ નં.3 નાં મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્લોટ સોસાયટી વિસ્તારને પાણી નહીં મળે, જયુબેલી જંકશન તરફ વોર્ડ નં.2 શ્રોફ રોડ, હરિલાલ ગોસલીયા માર્ગ, સરકારી ક્વાટર્સ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફીસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફીસ પાછળ, ગણાત્રાવાડી,

દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ તેમજ વોર્ડ 7 માં કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દીવાનપરા, હાથીખાના, કોટક શેરી, વર્ધમાનનગર તેમજ જિલ્લા ગાર્ડન તરફ વોર્ડ નં.14 માં લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકળી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાર્ટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયાવાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here