ગુજરાતમાં ચૂંટણીઓ પહેલા પોલીસતંત્રમાં બદલીઓનો મોટો ઘાણવો નિકળશે?

મધરાતે પોલીસને દોડતી કરી…!
મધરાતે પોલીસને દોડતી કરી…!

ટોપ ટુ બોટમ ઉચ્ચ અધિકારીઓ માનીને નીચલા સ્તરનાં અફસરોની બદલીઓ નક્કી

કેટલાક અધિકારીઓનો ત્રણ વર્ષનો સમયગાળો પૂરો થઇ ગયા છતાં હજુ બદલાયા નથી!: ચોક્કસ જગ્યા પર લાંબો સમય રહ્યા હોવાથી કેટલાક અધિકારી તો ચાતક વર્ષાની રાહ જોવે તેમ બદલીની રાહ જોઈ રહ્યા હોવાના સંકેતો

આઈજીપી કક્ષાનાં સંખ્યાબંધ અધિકારીઓની મોટાપાયે વ્યાપક બદલીઓ માટે નવી સરકાર સજ્જ થઇ રહી હોવાની સંભાવના

ઓછામાં ઓછા 75 થી 90 જેટલા અધિકારી અને કર્મીઓની બદલીની સંભાવના

ગુજરાતની ભાજપ સરકારનાં સુકાની અને સમગ્ર મંત્રી મંડળની ફેરબદલી થઇ હોવાને કારણે પૂર્વ સરકારોનાં સમયથી નક્કી થઇ ગયેલો બદલીઓનો મોટો ઘાણવો હવે નીકળે અને ટોચનાં અધિકારીઓની વ્યાપકપણે ફેરબદલીઓ કરવામાં આવે તેવી શક્યતા પોલીસતંત્રનાં જાણકાર સુત્રોએ વ્યક્ત કરી છે.

પોલીસતંત્રમાં ઊંડા સંપર્કો ધરાવતા વિશ્વસનીય સુત્રો જણાવે છે એ મુજબ અને ગૃહ મંત્રાલયનાં સુત્રોનાં કથન અનુસાર આગામી દિવસોમાં જ રાજ્યનાં પોલીસતંત્રમાં જોરદાર અને વ્યાપક ફેરફારોનો ઘાણવો નીકળી શકે છે. આઈજીપી થી માંડીને નીચેની કક્ષાનાં પોલીસ અધિકારીઓની વ્યાપક પ્રમાણમાં બદલીઓ થવાની સંભાવના છે.

જાણવા મળ્યા મુજબ બદલીઓની આખી યાદી ગત સરકાર વખતે નક્કી થઇ ગઈ હતી. પણ કોઈ કારણોસર ઘાણવો નિકળ્યો ન હતો. હવે નવી સરકાર રચાયા બાદ અન્ય મહત્વનાં વહીવટી કામોને કારણે નવી સરકાર પણ બદલીઓનો તૈયાર થયેલો ઘાણવો અમલમાં લાવી ન હતી શકી. પરંતુ હવે ભુપેન્દ્ર પટેલ સરકાર આગામી દિવસોમાં જ પોલીસ અધિકારીઓની મોટાપાયે અદલા- બદલીઓ કરે એવી સંભાવના નિશ્ર્ચિત બની છે.

Read Saurashtra Kranti E-Paper here

ઘણા ઉચ્ચ કક્ષાનાં પોલીસ અધિકારીઓ અત્યારે જે જગ્યા પર છે ત્યાં એમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઇ ચુક્યો છે. પણ આખે આખી સરકાર બદલાઈ હોવાથી બદલીની પ્રક્રિયા થઇ ન હતી. કહેવાય છે કે, આઈજીપી કક્ષાનાં કેટલાક અધિકારીઓ તો ચાતક વર્ષાની રાહ જોતો હોય તેમ બદલીની રાહ જોઈ રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે.

કેટલાક અધિકારીઓની પરફોર્મન્સને આધારે બદલી સંભવ છે તો કેટલાકની નબળી કામગીરીને લીધે જગ્યાઓ બદલવામાં આવે તેવી શક્યતા છે. આમ પણ વિધાનસભાની ચૂંટણીઓ નજીક હોવાથી દરેક સરકારો ચૂંટણી સમયે ચોક્કસ વિસ્તારોમાં અનુકુળ અધિકારીઓને ગોઠવવાની પધ્ધતિ અજમાવતી જ હોય છે. એટલે ટૂંક સમયમાં પોલીસદળમાં બદલીઓની જબરદસ્ત કવાયત શરૂ થઇ જવાનો પૂરો સંભવ છે.

Read About Weather here

જાણકાર સુત્રોનાં જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 75 થી 90 જેટલા ઉચ્ચ અને મધ્યમ કક્ષાનાં પોલીસ અધિકારીઓની બદલીઓ થવાની શક્યતા છે. ગૃહ મંત્રાલય દ્વારા યાદીને આખરી ઓપ આપી દેવાઈ અને કેબિનેટની મંજૂરી મળી જાય એટલે જાહેરનામું બહાર પડી જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here