ઇંધણ, રાંધણ ગેસ, પીએનજીમાં કમ્મરતોડ ભાવ વધારો

ઇંધણ, રાંધણ ગેસ, પીએનજીમાં કમ્મરતોડ ભાવ વધારો
ઇંધણ, રાંધણ ગેસ, પીએનજીમાં કમ્મરતોડ ભાવ વધારો

આજે ફરી ડિઝલમાં લીટર દીઠ 37 પૈસા અને પેટ્રોલમાં 30 પૈસા વધારો થતા લોકોમાં જબરો દેકારો સામાન્ય જનતા અને ગરીબોનાં રસોડામાં હવે ચુલા સળગશે કે કેમ?, લાખો લોકો ચિંતામાં ગળાડુબ
રાંધણ ગેસના ભાવમાં ફરી સિલિન્ડર દીઠ રૂ.15નો વધારો ઝીંકાયો, નવો ભાવ રૂ.918!!
પ્રજાની પરસેવાની કમાણીને ઓહીયા કરી રહેલો મોંઘવારીનો ભયાનક રાક્ષસ : સત્તાધારીઓ અને વિપક્ષો યુપીના રાજકીય ડ્રામામાં વ્યસ્ત, પ્રજા હદ બહાર પરેશાન

દેશમાં એક તરફ યુપીની સ્થિતિને લઇને રાજકીય ખેલમાં સત્તાધારી અને વિપક્ષી નેતાઓ વ્યસ્ત બની ગયા છે ત્યારે બીજી તરફ તમામ જીવન જરૂરી અને

Visit Saurashtra Kranti Homepage here

આવશ્યક ચીજ વસ્તુઓ તથા ઇંધણનાં ભાવ એ તમામ હદો પાર કરી નાખતા લાખો-કરોડો લોકોના રસોડાના બજેટ ખોરવાઇ ગયા છે અને પ્રજામાં જબરદસ્ત રોષ-આક્રોશ અને ઉહાપોહ ઉભો થયો છે.

ઇંધણના ભાવોએ તો ઐતિહાસીક સપાટીને સ્પર્શ કરી લીધો છે. મોંઘવારીનો માર સહિ સહિતને સામાન્ય જન અને ગરીબોની કમર બેવડી વળી ગઇ છે અને પ્રચંડ રોષ ચારેતરફ જોવા મળી રહયો છે.

આજે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવોમાં વધારો ઝીંકાયો છે અને મધ્યમ વર્ગને પડયા પર પાટાની જેમ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો લાગુ કરી દેવાતા સિલિન્ડર અને ઇંધણના ભાવ હનુમાન કુદકો મારીને આકાશની ઉંચાઇને આંબવા લાગ્યા છે

અને પાછલા તમામ વિક્રમો તોડી પાડયા છે. લોકોમાં રીતસર હાહાકાર મચી ગયો છે પરંતુ નેતાઓ ચૂપ છે, બેફિકર છે, રાજકીય ડ્રામમાં ગળાડુબ બન્યા છે અને સામાન્ય જનતાની પરસેવાની કમાણીને મોંઘવારીનો બેકાબુ, બેફામ રાક્ષસ ઓહીયા કરી રહયો છે.

રાંધણ ગેસ ઉપરાંત સીએનજી અને પીએનજીના ભાવ પણ વધારી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કુદરતી ગેસના ભાવમાં વધારો કર્યો હોવાથી ગુજરાતમાં અદાણી અને વડોદરા ગેસ કંપનીઓએ ભાવ વધારો ઠપકારી દીધો છે.

રાજય સરકારની કં5ની ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજી અને પીએનજીનાં ભાવમાં આકરો વધારો જાહેર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ એલપીજીના ભાવ વધારી દીધા છે.

સૌથી વધુ માર ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને પડી રહયો છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં આજે રૂ.15નો વધારો કરી દેવામાં આવતા ગેસ સિલિન્ડરનો ભાવ વધીને રૂ.918 પર પહોંચી ગયો છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવો તો વધવાનું હવે સાવ સામાન્ય બની ગયું છે. આજે પણ ડિઝલમાં પ્રતિ લીટર 37 પૈસા અને પેટ્રોલમાં પ્રતિ લીટર 30 પૈસાનો વધારો ઝીંકાયો છે.

સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.65નો વધારો લાગુ કરાયો છે. હવે વેરા સહિત ભાવ વધીને પ્રતિ કિલો રૂ.58.10 થઇ ગયા છે. જેની અસર રાજયના 7 લાખ ગ્રાહક પર થશે. સીએનજી પર વાહન ચલાવવાનું મોંઘુ બનશે.

પરિવહન વધુ મોંધુ બનશે અને ખાનગી પરીવહન વાહનોના ભાડા પણ વધી જતા આમ આદમીની ઝુંકી ગયેલી કમર વધુ બેવડી વળી જશે.

પાઇપ લાઇન મારફ રાંધણ ગેસ પુરો પાડવાની યોજનામાં પણ હવે ભાવ વધારાથી લોકોને પરેશાન કરવાનું શરૂ કરાયું છે. આ પ્રકારે ગેસ પુરવઠા આપવાની મોનોપોલી ધરાવતી સરકારની ગુજરાત ગેસ

કંપનીએ પીએનજીના ભાવમાં પ્રતિ કયુબીક મીટર રૂ.2.12નો વધારો લાગુ કરી દીધો છે. જેના કારણે નવો ભાવ રૂ.29.61 એએસસીએમ થઇ ગયો છે.

Read About Weather here

આની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર થશે. ખાદ્ય પર્દાથો, શાકભાજી, ફળફળાદી મોંધા બનતા જશે. પીએનજી અને રાંધણ ગેસ બન્નેનાં ભાવ વધારાથી મધ્યમ વર્ગ અને ગરીબોના લાખો પરીવારો પર અસહય બોજો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here