આવા બોસ બધાને મળે…!

વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?
વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?

કર્મચારીઓને આપ્યા ૭.૫ લાખ રૂપિયા અને કહ્યું જયાં ફરવું હોય ત્યાં ફરોકર્મચારીઓ પર ગિફ્ટનો વરસાદ કરનારી મહિલાનું નામ સારા બ્લાકેલી છે. આપને જણાવી દઇએ કે સારા બ્લાકેલી ર્લ્ષ્ટીઁહૃ કંપનીની સીઇઓ છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘણા બોસ એવા પણ હોય છે જે તમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડશે અને તમને વધુ શ્રેષ્ઠ બનવામાં મદદ કરશે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઘણા બોસ પોતાના કર્મચારીઓની ખુશીનું ખાસ ધ્યાન રાખે છે

અને તેમને અનેક કિંમતી ઉપહાર આપે છે. ત્યારે અમેરિકામાં એક કંપનીની બોસે સૌનું દિલ જીતી લીધું છે અને પોતાના જૂનિયર્સને બંપર ગિફ્ટ આપી છે.

હાલમાં જ Spanxમાં બ્લેકસ્ટોને રોકાણ કર્યુ છે, જે બાદ તેની કંપનીની વેલ્યૂ ૧.૨ બિલિયન ડોલર એટલે કે ૯૦ અબજ ૧ કરોડ ૨૦ લાખ રૂપિયા થઇ ગઇ છે. જેથી સારાએ પોતાના ભવિષ્ય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ પોતાના કર્મચારીઓ પર ખર્ચકરવાનો નિર્ણય લીધો.

સારા બ્લાકેલીએ એક પાર્ટી યોજી અને તેમાં બધાની સામે એક ગ્લોબ ફેરવી રહી હતી. તેણે પોતાના કર્મચારીઓને પૂછ્યું કે, કહો કે હું આ ગ્લોબ શા માટે ફેરવી રહી છું? જયારે કોઇએ આ સવાલનો જવાબ ન આપ્યો તો સારાએ કહ્યું કે, હું તમને બધાને બે ફર્સ્ટ કલાસ ટિકિટ આપીશ. તમે લોકો જયાં ઇચ્છો ત્યાં જઇ શકો છો.

આ સિવાય હું તમને ૧૦ હજાર ડોલરએટલે કે ૭ લાખ ૫૦ હજાર રૂપિયા આપીશ. આ સાંભળતા જ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા અને ખુશીથી નાચી ઉઠ્યા, તો અમુક કર્મચારીઓ ભાવુક પણ થઇ ગયા.

હાલ સોશિયલ મીડિયા પર આ પાર્ટી અને સારાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે Spanx એક અમેરિકન કંપની છે. જે મહિલાઓની લેગિંગ્સ બનાવે છે.

વર્ષ ૨૦૨૦માં Spanx એ પુરૂષો માટે કપડા બનાવવાનું શરૂ કર્યુ હતું. સારા બ્લાકેલીએ ૫૦૦૦ ડોલર એટલે કે ૩ લાખ ૭૫ હજાર ૫૦ રૂપિયાથી પોતાની કંપનીની શરૂઆત કરી હતી.

Read About Weather here

સારાએ આગળ જણાવ્યું કે, હું ઇચ્છું છું કે દરેક કર્મચારી આ ક્ષણોને પોતાની રીતે મનાવે અને એક એવી યાદ બનાવે જેને તે જીવનભર યાદ રાખી શકે. ૨૧ વર્ષના જાદુ અને આવનારા અનેક વર્ષો માટે શુભકામનાઓ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here