7 દિવસીય બાળકનું અપહરણ…!

7 દિવસીય બાળકનું અપહરણ...!
7 દિવસીય બાળકનું અપહરણ...!

પોલીસે બાળકનું અપહરણ કરનારા શખ્સોની અટકાયત કરી બાળકને અપહરણકર્તાઓના ચુંગલમાંથી સહી સલામત છોડાવ્યો છે. આ ઉપરાંત બાળકને તેના પરિવાર સાથે મિલાપ કરાવી ઉત્તમ કામગીરી કરી હતી. 

Visit Saurashtra Kranti Homepage here

શહેરના વાઘોડિયા તાલુકાના ભગવાનપૂરા ગામના નવીનગરીમાંથી ૭ દિવસના બાળકના અપહરણ મામલે જિલ્લા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. લીલોરા ગામના રહેવાસી પૂનમભાઇ ટીનાભાઇ દેવીપૂજકના પત્ની સંગીતાબેને ૧૫ ઓક્ટોબરના રોજ બાળકને જન્મ આપ્યો હતો.

૧૬ ઓક્ટોબરના રોજ સાંજે સંગીતાબેનને રેફરલ હોસ્પિટલમાંથી રજા મળતા પોતાના ઘરે આવ્યા હતા. આ દરમિયાન ૨૦ ઓક્ટોબરના રોજ રાત્રિના બે વાગ્યાની આસપાસ તાજુ જન્મેલું ૭ દિવસનું બાળક માતાએ પોતાની પથારીમાં ન જોતાં હચમચી ઊઠ્યા હતા.

સંગીતાબેનને અગાઉની ડિલીવરીમાં એક અઢી વર્ષની બાળકી છે. તાજું જન્મેલું ૭ દિવસનું બાળક રાત્રિના સમય દરમિયાન ગુમ થઇ જતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કવોડ સહિત ૮ ટીમો દ્વારા બાળકને શોધવા માટે તપાસ શરૃ કરી હતી.

          બાળકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૃ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આસપાસના જંગલ વિસ્તારમાં મહિલાના પરિવારજનો સહિત વિવિધ ગામોમાં તપાસ શરૃ કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા પોલીસ વડા સુધિર દેસાઇ જણાવ્યું હતું કે, પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પણસી ગામના રહેવાસી કલ્પેશ રમણસિંહ રાઠોડની હિલચાલ શંકાસ્પદ લાગી હતી.

જે પોલીસે તેને પકડીને પૂછપરછ કરતા ગંભીર હકિકત પોલીસ સમક્ષ જણાવી હતી. આર્મી પરિવારના દંપતીને સંતાન ન હોવાથી છેલ્લા ૬ મહિનાથી કલ્પેશ રાઠોડના સંપર્કમાં હતા. આર્મી પરિવારના દંપતીએ બાળક લાવી આપવા સારા નાણાં આપવાની ઓફર કરી હતી.

જેથી કલ્પેશ બાળકની શોધમાં હતો. જેથી તેને વડોદરામાં રહેતા પ્રવિણભાઇ ચુનારા અને દક્ષાબેન ચુનારાનો સંપર્ક કર્યો હતો અને બાળક લાવી આપવા માટે પૈસા આપવાની વાત કરી હતી. પ્રવિણે બાળક મેળવવા માટે કોટંબીમાં રહેતા કાળીદાસ દેવીપૂજકનો સંપર્ક કર્યો હતો. કાળીદાસ અગાઉ ૫૦ ચોરીઓના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે.

કાળીદાસ દેવીપૂજક અને રમણભાઇ રાઠોડિયાએ ભાવનગરપુરા ગામમાં રાત્રી દરમિયાન આ બાળકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બાળકને પ્રવિણ અને કલ્પેશ મારફતે આર્મીના જવાન નરેન્દ્ર રંજનને આપ્યું હતું.

જેને લઇને તેઓ બિહાર જતા રહ્યા હતા. કલ્પેશની પૂછપરછમાં તેને બાળક બિહારમાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસે પ્રવિણ ચુનારા, દક્ષાબેન ચુનારા, કલ્પેશ રાઠોડ અને નરેન્દ્ર રંજનની પણ અટકાયત કરી છે.

મહત્વની વાત છે કે દંપતીને ૧૩ વર્ષનું લગ્ન જીવન દરમિયાન સંતાન સુખ ન મળતા બે વખત આઇવીએફ પદ્ધતિથી બાળક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્યાંય સફળતા ન મળતા છેવટે બાળક મેળવવા માટે આવો રસ્તો અપનાવ્યો.

જેથી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઇ ગઇ હતી. જ્યાં જઇને પોલીસે નરેન્દ્ર રંજનની અટકાયત કરીને બાળકનો કબજો લઇ લીધો હતો. હાલ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે.

Read About Weather here

પોલીસ બાળક અને દંપતીને લઇને બિહારથી વડોદરા આવી અને સાંજે વાઘોડિયા ખાતે બાળકને તેના પરિવારને સોંપવામાં આવ્યું. પોલીસે બાળકનું અપહરણ કરનાર કાળીદાસ દેવીપૂજક અને રમણ રાઠોડિયાને ઝડપી પાડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here