‘આપ’ ની પરિવર્તન યાત્રા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા નિકાલ છે. જેના ભાગ રૂપે આજ રોજ વિધાનસભા -68 ના વિસ્તારમાં સવારે રામનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ચાલુ કરેલ અને મયુર નગર, કનકનગર, સાગર ચોક, દુધ સાગર મેઈન રોડ, હૈદરીચોક, ચુનારવાડા ચોક, થોરાળા મેઈન રોડ, સોરઠીયા વાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડથી ત્રિકોણબાગ ખાતે પૂર્ણ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

બપોરે રણછોડદાસ બાપુ આશ્રમે પૂજા અર્ચના કરી કુવાડવા રોડ, ભાવનગર રોડ, પેડક રોડ, સંતકબીર રોડ અને મોરબી જકાતનાકા રોડ વગેરે વિસ્તારમાં પાછી રણછોડદાસ બાપુ આશ્રમે પૂર્ણ થઈ હતી. આ પરિવર્તન યાત્રામાં આપ – નેતા ઈસુદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, રાજભા ઝાલા, રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, જિલ્લા અધ્યક્ષ તેજસભાઈ ગાજીપરા તેમજ આપ કોર્પોરેટ વશરામભાઈ સાગઠીયા તેમજ કોમલબેન ભારાઈ હાજર રહી લોકોના અભિવાદન લીધેલ હતા.

Read About Weather here

શહેર કારોબારીના હોદેદારો, તેમજ ઝોન પ્રભારીઓ, દરેક વોર્ડના હોદેદારો અને સભ્યો, દરેક મોરચાના હોદેદારો તેમજ સભ્યોઆ પરિવર્તન યાત્રામાં બહોળી સંખ્યામાં બાઈક અને કાર સાથે હાજર રહયા હતા.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજકોટ શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઈ ભુવા, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે.કે. પરમારના દ્વારા માર્ગદર્શન તેમજ જહેમત ઉઠાવવામાં આવેલ હતી.આ યાત્રા ઈનચાર્જ તરીકે સવારે અશોકભાઈ મકવાણા તેમજ જયદિપભાઈનિમ્બાર્ક, તેમજ બપોરની યાત્રા માટે મુન્નાભાઈ ગઢવી તેમજ હાર્દિકભાઈ રાબડીયા એ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here