કસ્તુરબાધામ સીટ હેઠળ 20 ગામોમાં યોજનાકીય કેમ્પ જનસમર્થન સાથે સંપન્ન

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ  ભાજપ સરકાર દ્વારા જે પણ લોકકલ્યાણકારી અને જનહિતકારી કામો થયા છે તે કાર્યો જન જન સુઘી પહોચે તેવા આશય સાથે ભાજપ સરકારની તમામ લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓના લાભથી કોઈ ગ્રામજનો વંચિત ન રહી જાય તે માટે  જીલ્લા પંચાયત દ્વારા જીલ્લાના તમામ ગામોમાં કલ્યાણકારી યોજનાઓને  સફળતા પૂર્વક પાર પાડવા માટે તબક્કાવાર ગામવાઈઝ કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

તે અંતર્ગત જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના અધ્યક્ષસ્થાને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત  કસ્તુરબાધામ સીટ હેઠળના તમામ 20 ગામોમાં સરકારની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચે તે માટે યોજનાકીય કેમ્પ સંપન્ન થયો હતો. આ કેમ્પમાં લોઠડા, ભયાસર, કાથરોટા, લોધીડા, ગઢકા, અણીયારા, ફાડદંગ, રફાળા, હડમતીયા, ગોલીડા ગામોના 1414 લાભાર્થીઓ એ આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ,

Read About Weather here

રેઇનવોટર હાર્વેસ્ટીંગ, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઈ-શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવકના દાખલા, બુસ્ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્થ આઈ.ડી.કાર્ડ, કેટલ શેડ સહીતની સેવાઓનો લાભ લીધો. કુલ કસ્તુરબાધામ સીટ હેઠળના ગામોમાં 2348 લાભાર્થીઓએ વિવિધ યોજનાકીય લાભો મેળવ્યા હતા. તેમજ ફાડદંગ ગામ ખાતે શાળાના પેવર બ્લોકનું ખાતમુહુર્ત પણ પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here