આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે વિચાર કરી લેવો. તેનાથી અનેક વસ્તુઓ તમારા પક્ષમાં યોગ્ય રીતે સંપન્ન થતી જશે. વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું પણ સમાધાન મળી શકે છે.અજાણ્યા લોકો ઉપર બિલકુલ વિશ્વાસ ન કરો. નહીંતર તમારા માટે નુકસાનદાયી સ્થિતિ બની શકે છે. બાળકોનો જિદ્દી અને અડિયલ સ્વભાવ તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે.વેપારમાં વિસ્તારને લગતી યોજનાઓ બનાવવા માટે યોગ્ય સમય આવી ગયો છે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સ્થિતિ બની શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમે પેમેન્ટ કલેક્ટ કરવામાં લગાવો. તમે તમારી વાતો અને કાર્યક્ષમતા દ્વારા કોઈપણ કામનો ઉખેલ શોધવામાં સક્ષમ રહેશો. કોઈ સન્માન સમારોહમાં જવાનું પણ આમંત્રણ મળી શકે છે.મનમાં નિરાશાજનક તથા નકારાત્મક વિચારોની સ્થિતિ બની શકે છે. રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે થઈ શકે છે. અન્ય લોકોના મામલે દખલ ન કરો કે વિના માંગ્યે સલાહ પણ આપશો નહીં.વેપારમાં નવા પ્રસ્તાવ મળી શકે છે. મહેનત પ્રમાણે પરિણામ પણ પ્રાપ્ત થશે.ઘરેલૂ જીવનમાં એક પછી એક પરેશાની આવી શકે છે.માનસિક તણાવના કારણે થાક અને નબળાઈ અનુભવ થઈ શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

ઘરમાં નજીકના સંબંધીઓના આવવાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે મેલજોલ તથા વિચારોનું આદાન-પ્રદાન દિનચર્યામાં પોઝિટિવિટી લાવશે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વધારે લાભ લઇને આવી રહી છે.ધ્યાન રાખો કે તમારી કોઈપણ યોજના જાહેર ન થાય. નહીંતર કોઈ અન્ય વ્યક્તિ ખોટી ભાવનાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે. બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન કરીને તેમને તેમની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપો.આજે ફોન કોલ દ્વારા કોઈ વ્યવસાયિક મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે.જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવી શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
 

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

માનસિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળ દ્વારા કોઈ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. થોડી નવી યોજનાઓ ઉપર ગંભીરતાથી ચર્ચા-વિચારણાં લાભદાયક સાબિત થશે.ભાવનાઓની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખો. તેનાથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે. અન્ય લોકોના મામલે વધારે ગુંચવાશો નહીં. તમારી વાતચીતની રીતમાં થોડી નરમી લાવો.પાર્ટનરશિપને લગતા વેપારમાં ચાલી રહેલાં વિવાદોનું સમાધાન મળી શકેછે.પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આજનું ગ્રહ ગોચર તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમારા પોઝિટિવ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્ય સંપન્ન થતાં જશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓ પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમા સફળતા પ્રાપ્ત કરે તેવી શક્યતા છે.ક્યારેક વધારે ઉતાવળ કરવી અને આવેશમાં આવવું તમારા માટે વિપરીત પરિસ્થિતિઓ પણ બનાવી શકે છે. તમારી આ ખામીઓમાં સુધાર લાવો. આવક હોવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે.કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત વ્યવસાયમાં મદદગાર સાબિત થઈ શકે છે.પરિવાર સાથે ઓનલાઇન શોપિંગ અને મોજ મસ્તીમાં સુખમય સમય પસાર થશે.ગળામાં ઇન્ફેક્શન અને ઉધરસની સમસ્યા રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે કોઈપણ મુશ્કેલ કામને સમજી વિચારીને કરવાથી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. અધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. ઘરમાં ખાસ મહેમાન આવવાથી સુખનું વાતાવરણ રહેશે.ઘરના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આ સમયે ખર્ચની સ્થિતિ પણ વધારે રહી શકે છે. જેના ઉપર કામ મુકવો શક્ય નથી. અન્ય લોકોના મામલે દખલ ન કરો અને કોઈને સલાહ ન આપો.વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.પતિ-પત્ની વચ્ચે મધુરતા રહી શકે છે.જોખમી કાર્યોથી દૂર રહો અને કોઈ રિસ્ક ન લેવું.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તમારા પોઝિટિવ તથા સહયોગાત્મક વ્યવહારના કારણે પરિવાર તથા સમાજમાં તમને ખાસ માન-સન્માન મળશે. જો કોઈ વિવાદિત જમીનને લગતી પરેશાની ચાલી રહી છે, તો તેને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ દ્વારા ઉકેલવાની કોશિશ કરો.વ્યક્તિગત કાર્યો સાથે-સાથે સામાજિક ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપો. ધ્યાન રાખો કે કોઈની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ કરતી સમયે સાવધાની રાખો.વેપારમાં ફેરફારને લગતી યોજનાઓ ઉપર કામ શરૂ થઈ શકે છે.ઘરમાં કોઈના લગ્નને લગતી યોજના બનવાથી સુખમય વાતાવરણ રહી શકે છે.વધારે કામનો ભાર માનસિક અને શારીરિક થાક વધારી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લઇને વર્તમાનને વધારે સારું બનાવવાની કોશિશ કરો. ચોક્કસ જ તમને યોગ્ય સફળતા મળી શકે છે. કોઈ જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કાર્ય પણ સંપન્ન થઈ શકે છે.વિદ્યાર્થી કે યુવાઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સાવધાન રહે. નકારાત્મક પ્રવૃત્તિના મિત્રો તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. વડીલોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે લાભદાયી સાબિત થશે.જો વેપારમાં કોઈ નવા કાર્યોની શરૂઆતની યોજના બની રહી છે, તો તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.સિઝનલ બીમારીઓને લગતી પરેશાની રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમે પોતાની જાતને માસનિક અને ભાવનાત્મક રૂપથી સશક્ત અનુભવ કરશો. પ્રકૃતિ તમારો ભરપૂર સહયોગ કરી રહી છે. તમારી પૂર્ણ ક્ષમતા અને મહેનત તમારા કાર્યોને પૂર્ણ કરવામાં લગાવો.ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કોઈ સંબંધી કે પાડોસી સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. ઘરના વડીલ સભ્યોના અનુભવ અને માર્ગદર્શન ઉપર પણ અમલ કરો. તેનાથી તમને સારું પરિણામ મળી શકે છે.વેપારમાં પ્રોડક્શનને લગતા કાર્યોમાં ઘટાડો આવવાથી તણાવ રહી શકે છે.ઘરનું વાતાવરણ મધુર જળવાયેલું રહી શકે છે.ઇન્ફેક્શન થવા જેવી પરેશાનીઓ રહી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે કોઈ ખાસ કાર્ય પ્રત્યે તમારું પૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. અધ્યાત્મ સાથે જોડાયેલા વિષયોમાં પણ રસ રહેશે. તમારા કાર્યોને યોગ્ય રીતે અંજામ આપવામાં સક્ષમ રહી શકો છો. જો કોઇ વારસાગત મામલો અટવાયેલો છે તો કોઈની દખલ દ્વારા તેનો ઉકેલ મળી શકે છે.કોઈ નજીકના વ્યક્તિ સાથે વિશેષ મુદ્દાને લઇને વિવાદ જેવી સ્થિતિ બની શકે છે. તમારી કોઈ ખાસ વાત પણ જાહેર થવાની શક્યતા છે. થોડો સમય અધ્યાત્મિક સ્થળ કે એકાંતમાં પસાર કરવાથી માનસિક શાંતિ મળી શકે છે.આવકના નવા સ્ત્રોત બની શકે છે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાંથી થોડી રાહત મળી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે ગંભીર વિષય ઉપર વાર્તાલાપ અને ચર્ચા રહેશે. આ ચર્ચામાં તમારા દ્વારા રાખવામાં આવેલ મજબૂત પક્ષ તમને સન્માનને જાળવશે. રોજિંદા દિનચર્યામાં થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ કાઢોથોડા લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમને ભાવનાત્મક રૂપથી નબળા કરવા માટે તમારા પ્રત્યે નકારાત્મક વાતો કરશે. આવા લોકોથી સાવધાન રહો. વિદ્યાર્થી વર્ગ તેમના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન કરે.કાર્યક્ષેત્રમાં કામ વધારે રહી શકે છે.ઘરના બધા સભ્યો પોતાની જવાબદારીને યોગ્ય રીતે નિભાવશે.ગળું ખરાબ થવાના કારણે તાવ જેવી ફિલિંગ રહેશે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનું નિવારણ થવાથી તણાવમુક્ત અનુભવ કરશો. તમારી વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો. સામાજિક સીમા વધશે તથા અનેક પ્રકારની ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.આ વાતનું પણ ધ્યાન રાખવું કે તમારી કોઈ નકારાત્મક વાતના કારણે થોડા લોકો સાથે તમારા સંબંધ ખરાબ પણ થઈ શકે છે. તમારા સ્વભાવમાં સરળતા અને સૌમ્યતા જાળવી રાખો.વેપારમાં આજે કામનો ભાર વધારે રહી શકે છે.પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here