શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં આજે તારીખ 20 માર્ચને સોમવારે ધોરણ 10માં વિજ્ઞાન વિષયનું પેપર લેવાશે, જ્યારે ધોરણ 12 સાયન્સમાં ગણિત વિષયનું અને કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઉપરાંત બોર્ડના જે વિષયોની પરીક્ષા લેવાઈ ગઈ છે તે વિષયની ઉત્તરવહી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર પહોંચાડી દેવામાં આવી છે અને 20 માર્ચથી પેપરોનું મૂલ્યાંકન પણ શરૂ કરવામાં આવનાર છે. બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાંથી એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાતા તેની ઉપર કોપીકેસ દાખલ કરી પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
Read About Weather here
બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ પેપરોનું મૂલ્યાંકન પણ શરૂ કરી દેવામાં આવનાર છે. જેમાં તારીખ 20 માર્ચથી ધોરણ 10 અને 12ના કેટલાક વિષયોનું મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવનાર છે. રાજકોટ જિલ્લાની કેટલીક શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવાયું છે અને પેપર ચેક કરવા માટે હાલ 1400 જેટલા શિક્ષકોના ઓર્ડર કરાયા છે.પરંતુ તમામ પેપર ચેક કરવા માટે અંદાજે 3500 જેટલા શિક્ષકો કામગીરીમાં જોડાશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર, ધોરાજી, પડધરી, જસદણની શાળાઓમાં પેપર મૂલ્યાંકનની કામગીરી થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here