દિલ્હી અને મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા મંત્રીને રજૂઆત

દિલ્હી અને મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા મંત્રીને રજૂઆત
દિલ્હી અને મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરવા મંત્રીને રજૂઆત
રાજકોટથી ઉડાન ભરતી દિલ્હી અને મુંબઈની કેટલીક ફ્લાઈટ આગામી તારીખ 25 માર્ચથી બંધ થવાની હોવાથી યાત્રિકોના શિડ્યૂલ પણ ખોરવાયા છે. સ્પાઈસ જેટ 25મીથી રાજકોટથી પોતાની સેવા બંધ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

યાત્રિકોને હવે સવારના સમય દરમિયાન દિલ્હી અને મુંબઈની એર ફ્રીક્વન્સી નહીં મળવાની હોવાને પગલે તાજેતરમાં જ સૌરાષ્ટ્રના સાંસદોએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને જે ફ્લાઈટનું બુકિંગ બંધ થયું છે તેના વિકલ્પમાં અન્ય એરલાઇન્સ કંપનીની સેવા શરૂ કરવામાં આવે તેવી માગણી કરતો પત્ર લખ્યો છે અને આ પત્ર સાથે રૂબરૂ રજૂઆત પણ કરી છે.

સૌરાષ્ટ્રના રાજકોટના રામભાઈ મોકરિયા અને મોહનભાઈ કુંડારિયા જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ મિનિસ્ટર ફોર સિવિલ એવિએશન, નવી દિલ્હીના જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા હતા અને રાજકોટ એરપોર્ટ પરથી આગામી સમયમાં જે દિલ્હી અને મુંબઈની ફ્લાઈટનું બુકિંગ બંધ કરાયું છે તેની જગ્યાએ અન્ય એરલાઇન્સ કંપની દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ શરૂ કરે તેવી માગણી કરી હતી.

Read About Weather here

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોને હજુ વહેલી સવારે દિલ્હી અને મુંબઈની ફ્રીક્વન્સી મળી રહી નથી તેથી આ મુદ્દે એરલાઇન્સ કંપની રાજકોટથી દિલ્હી અને મુંબઈની સવારની ફ્લાઈટ શરૂ કરે જેથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ સવારે પોતાનું કામ પતાવીને સાંજની ફ્લાઈટમાં પરત આવી શકે તેવી રીતે શિડ્યૂલ ગોઠવવા પણ માગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here